ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૩૧ મે ૨૦૨૧
સોમવાર
મહારાષ્ટ્રના તમામ વેપારીઓ રાજ્ય સરકાર પાસે દોડી ગયા હતા અને અલગ અલગ સંગઠનો અને રાજ્ય સરકાર પાસે વેપાર કરવા સંદર્ભે માગણી કરી હતી. આ માગણી પ્રત્યે સરકાર સકારાત્મક છે એવું આશ્વાસન આપવામાં આવ્યું, પરંતુ જ્યારે પ્રત્યક્ષ રીતે કામ કરવાનો વારો આવ્યો ત્યારે રાજ્ય સરકારે વેપારીઓને તેમની ઓકાત દેખાડી દીધી છે.
રાજ્ય સરકારની નજરમાં વેપારીઓ કંઈ જ નથી એ વાત રાજ્ય સરકારના આદેશ પરથી સ્પષ્ટ થઈ ગઈ છે.
દેશમાં શરૂ થયું પહેલું 24×7 વેક્સિનેશન સેન્ટર; જાણો વિગત
રાજ્ય સરકારે મોડી રાત્રે બહાર પડેલા આદેશમાં એવું જાહેર કર્યું છે કે દસ લાખથી ઉપરની વસ્તી ધરાવતા તમામ વિસ્તારમાં તે વિસ્તારની કોરોના સંદર્ભેની કમિટી દુકાનો ખોલવી કે કેમ એ સંદર્ભે નિર્ણય કરશે.
