News Continuous Bureau | Mumbai
- 30 ઓગસ્ટ, 2024ના રોજ 11:59 PM સુધી કોઈપણ ટેલિકોમ ઓપરેટરના નેટવર્કનો ઉપયોગ કરી શકાશે
Gujarat Rain:સમગ્ર ગુજરાતમાં સતત ભારેથી અતિભારે વરસાદની સ્થિતિમાં અસરગ્રસ્ત લોકોની મદદ માટે તમામ પગલાં લેવાઈ રહ્યા છે. જેમાં ટેલિકોમ વિભાગ પણ જોડાયો છે. અતિવૃષ્ટિની પરિસ્થિતિમાં સંદેશાવ્યવહારની સેવા જાળવી રાખવા માટે ટેલિકોમ વિભાગે એક ખાસ નિર્ણય લીધો છે.
ટેલિકોમ વિભાગના આ નિર્ણય અનુસાર, કોઈ વ્યક્તિની સબસ્ક્રાઈબ કરેલી ટેલિકોમ સેવાઓ બંધ હોય તો એ વ્યક્તિ હવે 30 ઓગસ્ટ, 2024ના રોજ રાત્રે 11:59 સુધી કોઈપણ ટેલિકોમ ઓપરેટરના નેટવર્કનો ઉપયોગ કરી શકે છે. આના કારણે સંદેશાવ્યવહારમાં કોઈ અવરોધ આવશે નહીં અને જે તે અસરગ્રસ્ત વ્યક્તિ તેના ઈચ્છિત સ્થાને કોલ કરી શકશે.
ગુજરાતના અતિવૃષ્ટિથી અસરગ્રસ્ત વિસ્તારોના લોકો માટે ટેલિકોમ વિભાગે લીધો નિર્ણય!
જો તમારી સબ્સ્ક્રાઇબ કરેલી ટેલિકોમ સેવાઓ બંધ હોય, તો તમે હવે 30 ઓગસ્ટ,2024, 11:59 PM સુધી કોઈપણ ટેલિકોમ ઓપરેટરના નેટવર્કનો ઉપયોગ કરી શકો છો..@Guj_LSA_DoT_MoC @DoT_India https://t.co/fLnwE2qMnz
— PIB in Gujarat 🇮🇳 (@PIBAhmedabad) August 29, 2024
આ સમાચાર પણ વાંચો: Gujarat Rain:ગુજરાત આપત્તિ વ્યવસ્થાપન તંત્ર એ સતત ખડેપગે રહી સર્તકતા અને સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.