ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૮ મે ૨૦૨૧
શુક્રવાર
કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન પ્રધાન પ્રહ્લાદસિંહ પટેલે ગુરુવારે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ અને લેફ્ટનન્ટ ગવર્નર અનિલ બૈજલને પત્ર લખીને આરોપ લગાવ્યો હતો કે દિલ્હીના મુખ્ય પ્રધાન દ્વારા તાજેતરના સંબોધનોમાં પૃષ્ઠભૂમિમાં દર્શાવવામાં આવેલા ધ્વજમાંનો લીલો પટ્ટો વિસ્તૃત હતો, જ્યારે સફેદ પટ્ટો ઓછો હતો.
પટેલે દાવો કર્યો હતો કે આ ભારતીય ધ્વજસંહિતાનું ઉલ્લંઘન છે. દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરને સંબોધિત કરતાં પ્રહ્લાદસિંહ પટેલે જણાવ્યું હતું કે “જ્યારે પણ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ કોઈ ટેલિવિઝન બ્રીફિંગને સંબોધન કરે છે ત્યારે મારું ધ્યાન ઘણી વાર તેમની પાછળ રાષ્ટ્રધ્વજ તરફ ખેંચાય છે. રાષ્ટ્રધ્વજનો ઉપયોગ શણગારના હેતુ માટે કરવામાં આવ્યો છે. એ બંધારણનું ઉલ્લંઘન છે."
તેમણે ઉમેર્યું હતું કે "મધ્યમ સફેદ ભાગ લીલી પટ્ટી દ્વારા વિસ્તૃત કરવામાં આવ્યો હોય એવું લાગે છે. આ રાષ્ટ્રધ્વજ અંગેના ગૃહ મંત્રાલયના નિયમોને અનુસાર નથી. હું આને આદરણીય ચીફના ધ્યાનમાં લાવવા માગું છું.”
૧૨ વર્ષની છોકરીએ વેક્સિન માટે દિલ્હી હાઈ કોર્ટનાં દ્વાર ખખડાવ્યાં; દાખલ કરી આ અરજી, જાણો વિગત
ઉલ્લેખનીય છે કે આ પત્ર તે જ દિવસે આવ્યો છે જ્યારે દિલ્હીના મુખ્ય પ્રધાને કેન્દ્ર સરકારને બાળકોના ઇનોક્યુલેશન માટે શક્ય તેટલી વહેલી તકે ફાઇઝર રસી લેવાની અપીલ કરી હતી. જોકેદિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ કે આમ આદમી પાર્ટી તરફથી આ બાબતે હાલ કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.