ગુજરાત માટે સારા સમાચાર: નર્મદા ડેમની જળ સપાટી વધી, 23 હજાર ક્યુસેક પાણીની આવક થઈ…

by Dr. Mayur Parikh

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

20 ઓગસ્ટ 2020 

ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક વરસાદના પગલે 37 જળાશયોમાં 100 ટકાથી વધુ પાણી ભરાયા છે. જ્યારે 126 તાલુકામાં સરેરાશ બે ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે. સરદાર સરોવર નર્મદા ડેમની પાણીની સપાટી હાલ 128.92 થી વધુ મીટરે પહોંચી છે એટલે કે એક દિવસમાં એક ફૂટથી વધુ નો વધારો નોંધાઈ રહ્યો છે.

નર્મદા ડેમ રાજ્યના ખેડૂતોને સિંચાઇ અને પીવાનું પાણી પહોંચાડવા માટે સક્ષમ છે. ડેમમાં ઉપરવાસમાંથી 20000 થી વધુ ક્યુસેક પાણીની આવકને પગલે ડેમની સપાટીમાં નોંધપાત્ર વધારો થયો છે. ત્યારે તંત્ર દ્વારા પાણીનો સંગ્રહ કરવા માટે,  નર્મદા ડેમ ખાતેના 1200  મેગાવોટના રીવર બેડ પાવર હાઉસના, તમામ યુનિટોને બંધ કરવામાં આવ્યા છે. 

બીજી બાજુ ગુજરાત માટે સારા સમાચાર કહી શકાય. ઉપરવાસમાં મધ્યપ્રદેશમાં સારો વરસાદ પડતાં પાણી ત્યાનું પાણી સિધુ સરદાર સરોવરમાં આવી રહ્યું છે. એટલે પણ જળ સપાટીમાં વધારો નોંધાઈ રહ્યો છે. નર્મદા ડેમ ગુજરાતની જીવાદોરી ગણાય છે કારણ કે આ ડેમનું પાણી છેક કચ્છ સુધી પહોંચાડવામાં આવે છે. નહેરો મારફતે અંતરિયાળ ખેતરો સુધી પહોંચે છે. આથી જ હાલ ડેમના દરવાજા બંધ કરી દેવાયા છે. જે ખેડૂતોના હિતમાં જ છે.  ડેમની જળ સપાટી ઉપર આવશે અને આવનારા દિવસોમાં પાણીની અછત નહીં સર્જાય.

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/34e9Kzu 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com  

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More