ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૨ જૂન ૨૦૨૧
મંગળવાર
દિલ્હી અને ઉત્તરપ્રદેશમાં લગભગ એક હજાર લોકોનું બળજબરીપૂર્વક ધર્માંતરણ કરવામાં આવ્યું છે. એથીઉત્તર પ્રદેશની યોગી સરકાર સફાળી જાગી ગઈ છે. યોગી સરકારે ધર્માંતરણ રોકવા માટે વધુ કડક અને મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યા છે. યોગીએ નવા નિયમ મુજબ અપરાધીઓ પર નૅશનલ સિક્યુરિટી ઍક્ટ (NSA)હેઠળ કાર્યવાહી કરવાની અને તેમની સંપત્તિ પણ જપ્ત કરવાનો આદેશ આપ્યો છે.
લખનઉમાં સોમવારે પોલીસે ધર્મપરિવર્તન માટે દબાણ કરતા રેકેટનો ભાંડો ફોડ્યો હતો. કેટલાક લોકોને બળજબરીથી ઇસ્લામ ધર્મ અપનાવી લેવા દબાણ કરાતુ હતું. પોલીસે આ રેકેટનો પર્દાફાશ કરી બે લોકોની ધરપકડ કરી છે. પકડાયેલા લોકોની ઓળખ ગૌતમ અને જહાંગીર કાઝમી તરીકે થઈ છે. બંને દિલ્હીના જામિયા નગરના રહેવાસી છે. પોલીસે બંનેની ધરપકડ કરી સઘન તપાસ હાથ ધરી, એ સમયે તેણે બળજબરીથી ધર્મપરિવર્તનની કબૂલાત કરી હતી.
બાપરે! મહારાષ્ટ્રના આ હિલસ્ટેશનમાં જોખમી નિપાહ વાયરસ મળી આવ્યો; જાણો વિગત
ઉલ્લેખનીય છે કે નવેમ્બર 2020 માં, ઉત્તર પ્રદેશ સરકારે લવ જેહાદ સામે વટહુકમ બહાર પાડ્યો હતો. યોગી સરકારના પ્રધાનમંડળે લવ જેહાદ સહિત 21 પ્રસ્તાવોને મંજૂરી આપી હતી. નવો કાયદો લવ જેહાદના કેસમાં પીડિતોને આર્થિક સહાય અને દોષિતોને 10 વર્ષની સજા પૂરી પાડે છે.