Site icon

જામનગરના યુવકનું બ્રેનડેડ થતા તેના પરિવારે અંગદાન કર્યું

 ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 25 નવેમ્બર, 2021

Join Our WhatsApp Community

ગુરુવાર

જામનગરમાં ીપક અપરિણીત હતો અને બી.કોમ. સુધી અભ્યાસ કરી પ્રાઇવેટ નોકરી કરતો હતો. દીપક ત્રણ ભાઇ-બહેનમાં સૌથી મોટો હતો. ૪૨ વર્ષની ઉંમરે બ્રેનસ્ટ્રોકને કારણે બ્રેનડેડ જાહેર થતાં આજે પરિવારજનોએ અંગદાન અંગે ર્નિણય કર્યો હતો અને ૬ લોકોને નવજીવન આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે સિનર્જી હોસ્પિટલ ખાતેથી અગાઉ બે વખત કિડની ડોનેટ અમદાવાદ ખાતે કરવામાં આવી હતી, જ્યારે હૃદય અને લિવરનું પ્રથમ વખત ડોનેશન કરવામાં આવ્યું હતું.ર્ સિનર્જી હોસ્પિટલના ચીફ ઓપરેટિંગ ઓફિસર ડો.સુરસિંહ બારડે જણાવ્યું હતું કે જામનગરના દીપક ત્રિવેદી નામના દર્દીને નાની ઉંમરે બ્રેનસ્ટ્રોકને કારણે બ્રેનડેડ જાહેર થતાં હોસ્પિટલ સ્ટાફ દ્વારા પરિવારને અંગદાન અંગે જાગ્રત કર્યો હતો. પરિવારજનોએ ૬ અંગનું દાન કરવા ર્નિણય કરવામાં આવતાં આજે ગ્રીન કોરિડોરની મદદથી હૃદયને બાય એર અમદાવાદ સિમ્સ હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યું હતું. જ્યારે બે કિડની, લિવર ઝાયડસ હોસ્પિટલ ખાતે બાય રોડ પહોંચાડવામાં આવશે અને દર્દીની બંને આંખનું રાજકોટમાં દાન કરવામાં આવશે.દીપક ત્રિવેદી નામના યુવાનને બ્રેન સ્ટ્રોક આવ્યો હતો, આથી તેને સારવાર માટે રાજકોટની સિનર્જી હોસ્પિટલ લવાયો હતો, પરંતુ તબીબોએ બ્રેનડેડ જાહેર કરતાં પરિવાર પર આભ તૂટી પડ્યું છે. જાેકે દીપક તેમના નામના અર્થ મુજબ બીજાના જીવનમાં પ્રકાશ પ્રજ્વલિત કરીને કાયમ જીવંત રહી શકે એ માટે પરિવારજનોએ તેનાં અંગોનું દાન કરવા ર્નિણય કર્યો હતો. આજે બપોરે અમદાવાદની સિમ્સ હોસ્પિટલની ટીમ રાજકોટ આવી હતી અને દીપકનું ધબકતું હૃદય બહાર કાઢ્યું હતું. બાદમાં સિનર્જી હોસ્પિટલથી ગ્રીન કોરિડોર મારફત ધબકતું હૃદય સાડા છ મિનીટમાં એરપોર્ટ પહોંચાડ્યું હતું અને ત્યાંથી બાય એર અમદાવાદ રવાના થયું છે. આ ઉપરાંત બે કિડની, લિવર અને બે આંખનાં દાન થકી દીપક ૬ વ્યક્તિમાં જીવિત રહેશે. જામનગરની પંચવટી સોસાયટીમાં રહેતા દીપક ત્રિવેદી નામના યુવાનને સોમવારે સવારે તેમના ઘરે અચાનક માથું દુખવા લાગતાં ઊલટી થવા લાગી હતી. બાદમાં જામનગરની જી.જી. હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર બાદ રાજકોટની સનર્જી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. અહીં ગઇકાલે બપોરે ટૂંકી સારવાર બાદ તેને બ્રેનડેડ જાહેર કરાયો હતો. આજે પરિવારજનો દ્વારા તેમનાં અંગોનું દાન કરવા ર્નિણય કરાયો હતો. દીપકનાં અંગો થકી બીજી ૬ જિંદગીને નવજીવન મળશે. તેમના પુત્રને હંમેશ માટે જીવંત જાેવા પરિવારે આ ર્નિણય કર્યો હતો. દીપકના પિતા કિશોરચંદ્ર ત્રિવેદીએ મારો પુત્ર દીપક તેમના નામના અર્થ મુજબ બીજા ૬ લોકોની જિંદગીમાં પ્રકાશ પ્રજ્વલિત કરી નવજીવન આપશે. તેનાં અંગોનું દાન કરવામાં આવ્યું છે અને એના થકી બીજાની જિંદગીમાં કાયમ જીવંત રહેશે. તેનાં અંગો થકી બીજા લોકોના શરીરમાં અમે તેને કાયમ જીવંત જાેઈશું. ભગવાન તેના આત્માને શાંતિ આપે એવી પ્રભુને પ્રાર્થના છે.

 

વડોદરામાં રેપેલન્ટ કરતા પણ શક્તિશાળી કેમિકલ શોધાયું

Sangli Accident: સાંગલીમાં ‘હિટ એન્ડ રન’ કેસ, નશાની હાલતમાં ડ્રાઇવરે 5 ગાડીઓને ટક્કર મારી,આટલા લોકો થયા ગંભીર રીતે ઘાયલ
Jamnagar flyover: જામનગરને મળ્યો સૌરાષ્ટ્રનો સૌથી લાંબો ફ્લાય ઓવર બ્રીજ
Pankaja Munde PA: મહારાષ્ટ્ર રાજકારણમાં હલચલ: મંત્રી પંકજા મુંડેના PA અનંત ગરજેની ધરપકડ, કલમ ૩૦૬ હેઠળ કેસ દાખલ
Project Suvita Maharashtra: ‘પ્રૉજેક્ટ સુવિતા’ને જોરદાર પ્રતિસાદ: ૫૦ લાખથી વધુ બાળકોના વાલીઓની નોંધણી; મહારાષ્ટ્રમાં ૯૪ લાખ લાભાર્થીઓને રસીકરણના SMS સંદેશ
Exit mobile version