આ તારીખથી મહારાષ્ટ્રમાં થિયેટર ખુલશે. જોકે કડક નિયમોનું પાલન કરવું પડશે.

by Dr. Mayur Parikh

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૧૨/૧૦/૨૧

મંગળવાર

મહારાષ્ટ્ર નાં સાંસ્કૃતિક મંત્રી અમિત દેશમુખે જાહેરાત કરી છે કે આગામી 22 તારીખથી મહારાષ્ટ્રમાં થિયેટરો તેમજ નાટ્યગૃહ ખોલવામાં આવશે. આ માટે રાજ્ય સરકારે મંગળવારે મોડી સાંજે નિયમાવલી જાહેર કરી છે. સરકારે જાહેર કરી નિયમાવલી મુજબ થિયેટર ૫૦ ટકા હાજરી સાથે ખુલી શકશે. આ ઉપરાંત થિયેટર ની અન્ય તમામ જગ્યાઓ એટલે કે લોબી, કાફેટેરિયા તેમજ બીજી જગ્યાઓ વાપરવા પર મનાઈ હશે. તેમજ સોશિયલ ડિસ્ટન્સ નું પાલન કરવું પડશે. આ ઉપરાંત થિયેટરો એ કોરોના સંદર્ભે જાહેર થયેલી ગાઈડલાઈન નું પૂર્ણ રીતે પાલન કરવું પડશે .

ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી થિયેટરો બંધ હોવાને કારણે સીને સૃષ્ટિને સેંકડો કરોડનું નુકસાન થયું છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More