Site icon

કામરેજના નવી પારડીનું પરિવાર સાળંગપુર દર્શને ગયું અને તસ્કરો બંધ ઘરમાં હાથ ફેરો કરી ગયા.

મૂળ કામરેજના ઘલાના વતની અને હાલ ધોરણ પારડી ખાતે પટેલ ફળિયામાં રહેતા પીપોદરા ખાતેની માનસી ઇન્ડસ્ટ્રીમાં નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.

theft at kamrej during day time

theft at kamrej during day time

News Continuous Bureau | Mumbai
ગત 14 એપ્રિલના રોજ આખો પરિવાર નવી પારડી ખાતેથી રાત્રીના આઠ વાગ્યા આસપાસ સાળંગપુર ખાતેના હનુમાનજી મંદિરે દર્શન માટે ગયા હતા.સાળંગપુર મંદિર પહોંચેલા પરિવારને તેમના સંબંધિત જનોએ ઘરનું તાળું તૂટ્યું હોવાનું જણાવ્યું હતું.અજય પટેલે મંદિર સાળંગપુર મંદિર ખાતેથી તેમના ધોરણ પારડી ખાતેના ઘરની સામે રહેતા વ્યક્તિને ઘર જોવાની જાણ કરી હતી. ત્યારે ઘરનો કબાટ ખુલ્લો તેમજ સામાન વેર વિખેર હાલતમાં પડેલો હોવાની વાત બહાર આવી હતી.પરિસ્થિતી પામી ગયેલા પરિવારજનો સાળંગપુર મંદિર ખાતેથી પરત ફરતા રાત્રીના સાડા સાતેક વાગ્યા આસપાસ ધોરણ પારડી આવી ગયા હતા.

આ સમાચાર પણ વાંચો: મધ્યપ્રદેશમાં મોટી ટ્રેન દુર્ઘટના, બે માલગાડીઓ સામસામે ટકરાઈ, ભીષણ આગ લાગી, ઘણી ટ્રેનો રદ્દ

Join Our WhatsApp Community

પરિવારના મુખીઆએ તપાસ કરતા કબાટમાં મુકેલા રોકડા ₹.35 હજાર,સોનાની ચેન,સોનાની કાનની કડી,સોનાની વીટી,સોનાના રવા તેમજ ચાંદીના પાયલ સહિત રોકડા રૂપિયા મળી કુલ 1.20 લાખની કિંમતનો મુદ્દામાલ અજાણ્યા ઈસમ દ્વારા ચોરી થયા અંગેની હકીકત ધ્યાનમાં આવતા કામરેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

આ પ્રકારની ચોરીને કારણે આખા વિસ્તારમાં સનસનાટી મચી જવા પામી છે.

 

Vanahar Mahotsav: આવો અને માણો વનઆહારની મજા: સ્વતંત્ર્યવીર સાવરકર રાષ્ટ્રીય સ્મારકમાં 22 અને 23 નવેમ્બરે યોજાશે ‘વનઆહાર મહોત્સવ’
Anmol Bishnoi: ‘અનમોલ બિશ્નોઈને ભાઈ હોવાની સજા મળી રહી છે’: બાબા સિદ્દીકી હત્યામાં સંડોવણી પર પિતરાઈ ભાઈનો મોટો ખુલાસો
Pune Land Scam: પુણે જમીન કૌભાંડ તપાસ રિપોર્ટ: પાર્થ પવારને ક્લીન ચિટ, 3 અધિકારીઓ સામે પગલાં લેવા ભલામણ
Navi Mumbai Airport: નવી મુંબઈ એરપોર્ટ: ૨૫ ડિસેમ્બરથી શરૂ; ‘આ’ શહેરો માટે પ્રથમ વખત શરૂ કરશે વિમાન સેવા!
Exit mobile version