News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્રના રાજકારણ(Maharashtra Politics)માં હવે ધમકી સત્ર શરૂ થયું છે. ભારતીય જનતા પાર્ટી(BJP)ના નેતા નારાયણ રાણે(Narayan Rane)એ ટ્વિટ કરીને શરદ પવાર(NCP Chief Sharad Pawar)ને સિધી ધમકી આપી છે. પોતાના ટ્વીટમાં તેમણે કહ્યું છે કે શિવસેનાના જે ધારાસભ્યો(MLAs) મુંબઈ (Mumbai)છોડીને ગયા છે તે તમામ ધારાસભ્યોને શરદ પવાર ધમકી આપી રહ્યા છે. આ વાત યોગ્ય નથી. એટલું જ નહીં પણ શરદ પવાર ફ્લોર ટેસ્ટ(flor test) માટે તમામ ધારાસભ્યોને મુંબઈ(Mumbai) લાવવા માંગે છે.
माननीय शरद पवार साहेब या सर्वांना धमक्या देत आहेत, 'सभागृहात येऊन दाखवा', ते येणारच आहेत. ते येणार आणि त्यांच्या मनाप्रमाणे मतदान करणार. त्यांच्या केसालाही धक्का लावल्यास घर गाठणे कठिण होईल.
— Narayan Rane (@MeNarayanRane) June 23, 2022
શરદ પવારની આ માગણી પર નારાયણ રાણેએ કહ્યું છે કે શરદ પવારે સાવચેતીથી વર્તન કરવું જોઈએ. નહીં તો એવી પરિસ્થિતિ ઉત્પન્ન થઈ જશે કે શરદ પવાર પોતે સુરક્ષિત રીતે પોતાના ઘરે નહીં પહોંચી શકે. આમ મહારાષ્ટ્રની રાજનીતિમાં શરદ પવારને પણ સીધા શબ્દોમાં ધમકી મળી ચૂકી છે.
આ સમાચાર પણ વાંચો : MVA સાથે ગઠબંધન તોડવાના સંજય રાઉતના નિવેદન બાદ એકનાથ શિંદે જૂથની શરત- ઉદ્ધવ ઠાકરે રાજીનામું આપે અને આ કામ કરે તો જ આગળ વાતચીત થશે