News Continuous Bureau | Mumbai
પૂર્વ મધ્ય અરબી સમુદ્રમાંથી સર્જાયેલું ગંભીર ચક્રવાતી તોફાન ‘બિપોરજોય’ 36 કલાક સુધી વધુ તીવ્ર બનશે. તે ઉત્તર અને ઉત્તર-પૂર્વ તરફ આગળ વધશે. બિપરજોય વાવાઝોડાને જોતા રેલ્વેએ પગલા લીધા છે. આ દરમિયાન રેલ્વેએ ઘણી ટ્રેનોને અસ્થાયી રૂપે આંશિક રીતે રદ કરી છે. જો તમે ટ્રેનમાં ક્યાંક ફરવા જઈ રહ્યા છો અથવા મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો, તો એકવાર આ લિસ્ટ જરૂરથી જોઈ લો. જો તમે આવુ નહી કરો તો તમારે પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. આવો તમને જણાવીએ કે રેલવે દ્વારા કઈ-કઈ ટ્રેનો રદ કરવામાં આવી છે.
#WRUpdates #CycloneBiparjoyUpdate
The following trains will be Cancelled, Short-Terminated/Originate. pic.twitter.com/OJvDGeWkIb
— Western Railway (@WesternRly) June 12, 2023
આ ટ્રેનો રદ કરવામાં આવી
13 થી 16 જૂન સુધી ઓખા – રાજકોટ ટ્રેન રદ્દ કરવામાં આવી,
12 થી 15 જૂન સુધી રાજકોટ – ઓખા ટ્રેન રદ્દ કરવામાં આવી,
12 થી 15 જૂન સુધી વેરાવળ – ઓખા અને ઓખા – વેરાવળ ટ્રેન રદ્દ કરવામાં આવી
જયપુર – ઓખા ટ્રેન રાજકોટ સુધી ટુંકાવવામાં આવી, ઓખા – બનારસ ટ્રેન 15 તારીખે ઓખાની જગ્યાએ રાજકોટથી ઉપડશે
12,13 અને 14 તારીખ મુંબઈ સેન્ટ્રલ – ઓખા રાજકોટ સુધી ટુંકાવવામાં આવી
13,14 અને 15 તારીખ ઓખા – મુંબઈ સેન્ટ્રલ ઓખાની જગ્યાએ રાજકોટથી ઉપડશે
15 તારીખે ઓખા – જગન્નાથ પુરી ટ્રેન ઓખાની જગ્યાએ અમદાવાદથી ઉપડશે
12,13 અને 14 જૂન અમદાવાદ વેરાવળ ટ્રેન રદ્દ કરવામાં આવી
13,14 અને 15 જૂન વેરાવળ – અમદાવાદ ટ્રેન રદ કરવામાં આવી
13,14,15 અને 16 તારીખે વેરાવળ – જબલપુર – વેરાવળ ટ્રેન રાજકોટથી ઉપડશે અને રાજકોટ સુધી જ દોડશે
13 થી 15 જૂન વેરાવળ – પોરબંદર – વેરાવળ ટ્રેન રદ કરાઇ
આ સમાચાર પણ વાંચો : બિપરજોય વાવાઝોડાને લઈ પીજીવીસીએલની ટીમ એક્શન મોડમાં: કર્મચારીઓ સ્ટેન્ડ બાય
કચ્છમાં આવતી તમામ ટ્રેનો રદ
મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ રાત્રે 12 વાગ્યાથી કચ્છમાં આવતી તમામ ટ્રેનો રદ કરવામાં આવી છે. તારીખ 15 સુધી તમામ ટ્રેનો રદ કરવામાં આવી છે. આજે રાત્રીના 12 વાગ્યાથી કચ્છમાં એક પણ ટ્રેન નહિ આવે અને કોઈ પણ ટ્રેન બહાર નહિ જાય. બિપોરજોય વાવાઝોડાને લઈ રેલવેએ સૌથી મોટો નિર્ણય કર્યો છે.