એનસીપી પ્રમુખ શરદ પવાર સાથે પંદર દિવસમાં બે વખત મુલાકાત કરનાર ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરનુ માનવુ છે કે, ત્રીજો કે ચોથો મોરચો બનાવવાથી ભાજપને ટક્કર આપી શકાય તેમ નથી.
સાથે તેમણે લોકસભાની આગામી ચૂંટણી માટે ત્રીજો મોરચો બનાવવામાં પોતાનો કોઈ રોલ હોવાનો પણ ઈનકાર કર્યો છે.
ઉલ્લેખનીય છે કે શરદ પવાર દ્વારા ત્રીજો મોરચો રચવાની ચાલી રહેલી અટકળો વચ્ચે પ્રશાંત કિશોરનુ આ નિવેદન આવ્યુ છે.