News Continuous Bureau | Mumbai
તિરુવનંતપુરમ ઈન્ટરનેશનલ એરપોર્ટ(Thiruvananthapuram International Airport) પર મંગળવારે એક રસપ્રદ ઘટના બની. વાસ્તવમાં, ભગવાન વિષ્ણુ(lord Vishnu)ને સ્નાન કરવા માટે અહીંના રનવે (Runway) પરથી પસાર થતી "અરટ્ટૂ" શોભાયાત્રા(Arattu Procession)ને કારણે મંગળવારે સાંજે પાંચ કલાક માટે ફ્લાઇટ સેવાઓ સ્થગિત કરવામાં આવી હતી.
We at #ThiruvananthapuramAirport feel immensely honoured, as we continue to uphold the centuries-old tradition of the auspicious #Arattu procession of Sri Padmanabha Swamy temple through our runway.#IndiasCelebrationStarter #GatewayToGoodness #Festival #Celebration #Travel pic.twitter.com/TUsFGOly1E
— Thiruvananthapuram International Airport (@TRV_Airport_Off) November 1, 2022
આલાપસી ઉત્સવ (Alapasi festival) મંગળવારે મંદિર સુધી "અરટ્ટૂ" શોભાયાત્રા સાથે સમાપ્ત થયો. એરપોર્ટ સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે સાંજે 4 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી પાંચ કલાક માટે ફ્લાઈટ સેવાઓ સ્થગિત કરવામાં આવી હતી. તિરુવનંતપુરમ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈન્ડિગો(Indigo), એર ઈન્ડિયા એક્સપ્રેસ (Air India Express)અને એર અરેબિયા સહિત મુખ્ય કેરિયર્સની ઓછામાં ઓછી 10 ફ્લાઈટ્સ રદ કરવામાં આવી હતી. આ પરંપરા માટે એરપોર્ટને બંધ કરવાની આ પ્રથા દાયકાઓથી ચાલી રહી છે અને ગયા વર્ષે અદાણી જૂથે એરપોર્ટનું સંચાલન સંભાળ્યું તે પછી પણ તે બંધ થઈ નથી.
આ સમાચાર પણ વાંચો : રિલાયન્સના JioBook 4Gની ભારે માંગ- માત્ર 15 હજાર રૂપિયામાં મળતું લેપટોપ થઇ ગયું આઉટ ઓફ સ્ટોક- જાણો શું છે એવી ખાસિયત
પ્રસિદ્ધ પદ્મનાભસ્વામી મંદિર(Padmanabhaswamy Temple)ની વર્ષો જૂની પરંપરાને ધ્યાનમાં રાખીને એરપોર્ટ દર વર્ષે બે વાર તેની ફ્લાઈટ શેડ્યૂલ બદલે છે. મંદિરની આ શોભાયાત્રા અહીંના રનવે નજીકથી પસાર થાય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, 'રનવેની નજીક અરટ્ટૂ મંડપ છે, જ્યાં મંદિરની મૂર્તિઓને શોભાયાત્રા દરમિયાન ધાર્મિક વિધિ તરીકે થોડા સમય માટે રાખવામાં આવે છે. મંદિર(Temple)ની પરંપરા મુજબ, મંદિરના દેવી-દેવતાઓની મૂર્તિઓને વર્ષમાં બે વાર એરપોર્ટની પાછળ આવેલા શાંગમુઘમ સમુદ્રમાં સ્નાન માટે લઈ જવામાં આવે છે. 1992માં એરપોર્ટ બન્યા પહેલા પણ આ શોભાયાત્રા આ માર્ગ પરથી પસાર થતી હતી.
Join Our WhatsApp Community