ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
કેરળમાં આખરે ભાજપે પોતાનો મુખ્યમંત્રી પદનો ચહેરો જાહેર કર્યો. ભારત દેશમાં મેટ્રો મેન તરીકે જાણીતા એવા શ્રી ધરનને ભાજપે મુખ્યમંત્રી તરીકે રજૂ કર્યા છે.
ઉલ્લેખનીય છે કે કેરાલા એ ભારતનું સૌથી સુશિક્ષિત રાજ્ય છે. અહીં ડાબેરીઓ અને કોંગ્રેસ વચ્ચે સીધો સંઘર્ષ છે જ્યારે કે ભાજપ પોતાની જમીન શોધી રહ્યું છે. આ પરિસ્થિતિમાં ભાજપને એક સારા નામની અને ચહેરાની આવશ્યકતા હતી. શ્રી ધરન ને મુખ્યમંત્રી તરીકે રજૂ કરીને ભાજપે કેરળમાં એક સારું કાર્ડ રમ્યુ છે.
હવે ડાબેરીઓ અને કોંગ્રેસ ની સીધી લડાઇ વચ્ચે ભાજપ ભણેલા-ગણેલા સજ્જન માણસ ના ચહેરા પર વોટ માંગશે.
