રાષ્ટ્રીય સેવિકા સમિતિ સુરત જિલ્લા દ્વારા સુરત જિલ્લાના કામરેજ વિસ્તારના કામરેજ ચાર રસ્તા ખાતે આવેલા હનુમાનજી મંદિરમાં ભજન કીર્તન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. પવિત્ર ચૈત્ર માસ નવરાત્રીની શરૂઆત સાથે ગત રોજ હિંદુઓના નવ વર્ષનો શુભારંભ થયો હતો. ભારતીય સંસ્કૃતિની ધરોહર અને ગરિમા રૂપ અસ્મિતાની જાળવણી રૂપ હિન્દુ સમુદાય પરા પૂર્વથી જ ધાર્મિક પરંપરાને વળેલો છે. ત્યારે ગત રોજ ચૈત્ર સુદ એકમ અને વિક્રમ સંવત 2080 ની શરૂઆતના પ્રારંભે હિન્દુઓના નવા વર્ષની શરૂઆત થઈ હતી.
રાષ્ટ્રીય સેવિકા સમિતિ સુરત જિલ્લા કાર્યવાહીકા નીલમ અરુણ સહિતના મહિલા વૃંદ દ્વારા મંદિરમાં ભજન કીર્તન સહિત ધૂન બોલાવવામાં આવી હતી. ચોક્કસ પ્રકારના વસ્ત્ર પરિધાનમાં સજ્જ મહિલા વૃંદ દ્વારા હિન્દુ સંસ્કૃતિ વિશે સમાજને માહિતગાર કરવામાં આવ્યો હતો.
આ સમાચાર પણ વાંચો : Sanjay Raut: સંજય રાઉતને શિવસેનાના સંસદીય નેતા પદ પરથી હટાવ્યા, લોકસભા અધ્યક્ષને મુખ્યમંત્રીનો પત્ર; નેતા તરીકે કીર્તિકરની વરણી