ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૦૭ મે 2021
શુક્રવાર
દેશની સર્વોચ્ચ અદાલતે બુધવારે મરાઠા આરક્ષણ રદ કર્યું છે. હવે ભાજપના સાંસદ ઉદયને રાજે ભોસલે આક્રમક થઈ ગયા છે. તેમને સર્વોચ્ચ અદાલતનો આ નિર્ણય માન્ય નથી. તેમણે મરાઠા બંધુઓને આદેશ આપ્યો છે કે લોક પ્રતિનિધિઓને ઘરની બહાર ન જવા દો અને તેમને શેરીમાં રોકો. ઉદયને રાજે ભોસલેના આવા નિવેદનથી ફરીથી મરાઠા આરક્ષણનો મુદ્દો વધુ આગ પકડે તેવી શક્યતા છે.
સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ પ્રથમવાર ઉદયને રાજેએ આક્રમક નિવેદન આપ્યું છે. શરદ પવારનું નામ ન લેતા તેમણે કહ્યું હતું કે હજી ઘણા પક્ષોએ આ મુદ્દે પોતાની ભૂમિકા સ્પષ્ટ કરી નથી. મરાઠા સમુદાયે હવે વધુ આંદોલન ન કરવું જોઈએ, તેના બદલે ચૂંટાયેલા પ્રતિનિધિઓને શેરીઓમાં ઉભા રહેવા અને ઘરની બહાર નીકળવાની મંજૂરી ન આપવી જોઇએ. તેવું વિધાન રાજેએ કર્યું છે. ઉપરાંત રાજ્ય સરકારને પણ જવાબદાર ગણાવી છે.
કેન્દ્ર સરકારે કયા રાજ્ય ને આપ્યા કેટલા રેમડેસિવર? આંકડા છેક અત્યારે બહાર આવ્યા.. જાણો વિગત…
ઉલ્લેખનીય છે કે આરક્ષણ રદ થતા આખો મરાઠા સમાજ આક્રમતાથી આ નિર્ણયનો વિરોધ કરી રહ્યો છે. બીડમાં મળેલી એક બેઠકમાં નિર્ણય લેવાયો છે કે લોકડાઉન ખુલ્યા બાદ ૧૬ મેથી આંદોલન કરવામાં આવશે. આંદોલન રાજ્ય સ્તરે થશે તેવી માહિતી શિવસંગ્રામના નેતા વિનાયક મેટેએ આપી હતી.