News Continuous Bureau | Mumbai
Express Train: ઉત્તર મધ્ય રેલવેના ( North Central Railway ) ઝાંસી ડિવિઝન પરના ધોલપુર-હેતમપુર સ્ટેશનો વચ્ચે એન્જિનિયરિંગ કામ માટે બ્લોકને કારણે, સાબરમતી-ગ્વાલિયર એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે. અમદાવાદ ( Ahmedabad ) ડિવિઝનના વરિષ્ઠ જનસંપર્ક અધિકારી શ્રી પ્રદીપ શર્મા દ્વારા બહાર પાડવામાં આવેલી અખબારી યાદી મુજબ આ ટ્રેનની વિગતો નીચે મુજબ છે.
- 06,07,10,13 અને 14 સપ્ટેમ્બર 2024 ના રોજ સાબરમતીથી ચાલતી ટ્રેન નંબર 22548 સાબરમતી-ગ્વાલિયર એક્સપ્રેસ ( Sabarmati-Gwalior Express Train ) આગ્રા કેન્ટ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે અને આગ્રા કેન્ટ-ગ્વાલિયર વચ્ચે આંશિક રીતે રદ રહશે.
- 07,08,11,14 અને 15 સપ્ટેમ્બર 2024ની ટ્રેન નંબર 22547 ગ્વાલિયર-સાબરમતી એક્સપ્રેસ ( Express Train ) આગ્રા કેન્ટથી શોર્ટ ઓરિજિનેટ થશે અને ગ્વાલિયર-આગ્રા કેન્ટ વચ્ચે આંશિક રીતે રદ રહશે.
આ સમાચાર પણ વાંચો: Surat National Lok Adalat: જિલ્લા કાનૂની સત્તા મંડળ-સુરત દ્વારા યોજાશે રાષ્ટ્રીય લોકઅદાલત, આ કેસોનો કરવામાં આવશે નિકાલ.
ટ્રેનોના સમય, સ્ટોપેજ અને કમ્પોઝિશન સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.