ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
ગોવા
15 જુલાઈ 2020
દેશભરમાં કોરોના ના કેસો ફરી વધી રહ્યા છે. આ વખતે કમ્યુનિટી વાયરસ પ્રસરી રહ્યો હોવાથી, આ વાઇરસની ચેન તોડવા માટે વિવિધ રાજ્યોની સરકારો વિવિધ પગલાં લઇ રહી છે. પુના બાદ હવે ગોવા સરકારે પણ આ વિક-એન્ડ ના ત્રણ દિવસ દરમિયાન ગોવામાં સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી છે. એટલે કે આગામી અઠવાડિયાના શુક્ર, શનિ અને રવિવારે લોકડાઉન રહેશે.
આ સાથે જ ગોવાના મુખ્યમંત્રીએ જાહેરાત કરી છે કે આજથી લઈને 10 ઓગષ્ટ સુધી રાજ્યમાં સાંજે 8 વાગ્યાથી સવારના છ વાગ્યા સુધી "જનતા કરફ્યુ" રહેશે. ગોવાના મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે આ કર્ફ્યૂ દરમિયાન માત્ર તબીબી સેવાઓ ને જ છૂટ આપવામાં આવશે. હવે વાત કરીએ હાલ ગોવામાં કોરોના વાયરસની વર્તમાન પરિસ્થિતિ અંગે તો, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના ડેટા મુજબ ગોવામાં અત્યાર સુધી 2753 કેસો આવ્યા છે. જેમાંથી 18 ના મોત થયા છે તો બાકીના 1607 લોકો સારવાર બાદ સારા થયા છે..
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com