ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 16 જુલાઈ, 2021
શુક્રવાર.
સેન્ટ્રલ પૉલ્યુશન કન્ટ્રોલ બોર્ડે પ્લાસ્ટર ઑફ પૅરિસની મૂર્તિ પર પ્રતિબંધ મૂક્યો હતો. છતાં સતત બીજા વર્ષે કોરોનાનું કારણ આગળ કરીને આ વર્ષે પણ પ્લાસ્ટર ઑફ પૅરિસની મૂર્તિને મંજૂરી આપવામાં આવી છે. અહીં ઉલ્લેખનીય છે કે ભૂતપૂર્વ કેન્દ્રીય પર્યાવરણપ્રધાન પ્રકાશ જાવડેકરે ગયા વર્ષે સેન્ટ્રલ પૉલ્યુશન કન્ટ્રોલ બોર્ડના પ્લાસ્ટર ઑફ પૅરિસની મૂર્તિ પરના પ્રતિબંધ ઉપર એક વર્ષનો સ્ટે મૂકી દીધો હતો, જેને આ વર્ષે પણ ચાલુ રાખવામાં આવ્યો છે. આ વર્ષે પણ ગણપતિબાપ્પાની મોટા ભાગની મૂર્તિ પર્યાવરણપૂરક નહીં હોય એને કારણે પર્યાવરણપ્રેમીઓમાં નારાજગી વ્યાપી ગઈ છે.
શિક્ષણ વિભાગનાં ધાંધિયાં; 1.00 વાગ્યે પરિણામ આવે એ પહેલાં જ સર્વર ડાઉન
પ્લાસ્ટર ઑફ પૅરિસની મૂર્તિને કારણે પર્યાવરણને મોટા પ્રમાણમાં નુકસાન થતું હોય છે. મૂર્તિનું દરિયામાં વિર્સજન કરવાથી અનેક દરિયાઈ જીવોને નુકસાન થતું હોય છે. એથી માટીની મૂર્તિ માટે લોકોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. આ દરમિયાન 2010માં સેન્ટ્રલ પૉલ્યુશન કન્ટ્રોલ બોર્ડે પ્લાસ્ટર ઑફ પૅરિસની મૂર્તિને લઈને અમુક ગાઇડલાઇન બહાર પાડી હતી. જોકે સરકાર જ એને અમલમાં લાવવા આગળ-પાછળ થઈ રહી છે. 2020 કોર્ટે પ્લાસ્ટર ઑફ પૅરિસની મૂર્તિ પર પ્રતિબંધ મૂક્યો હતો. જોકે કોરોનાનું કારણ આગળ કરીને કેન્દ્રીય પર્યાવરણ ખાતાએ આ નિર્ણયના અમલ પર એક વર્ષ માટે સ્ટે મૂકી દીધો હતો. એનો ફાયદો ઉઠાવીને મૂર્તિકારોએ કાયમી બંધી ઉઠાવવા માટે કોર્ટમાં દાદ માગી હતી. કોર્ટે ગ્રીન ટ્રિબ્યુનલ પાસે જવા માટે કહ્યું છે. જોકે આ બધાં ચક્કરમાં આ વર્ષે પણ પ્લાસ્ટર ઑફ પૅરિસની જ મૂર્તિ બજારમાં મળવાની છે.