News Continuous Bureau | Mumbai
કેરીના રસિયાઓ(Mango lovers) માટે એક સારા સમાચાર છે. આ વખતે કોંકણની(Konkan) પ્રખ્યાત હાપુસ કેરીનું(Hapus mangoes) બજારમાં બહુ જલદી આગમન થવાનું છે. એટલે કે આ વખતે જાન્યુઆરી મહિનામાં જ કોંકણની હાપુસ કેરીનો સ્વાદ ચાખવા મળવાનો છે. બદલાતા વાતાવરણને(A changing environment) કારણે કોંકણના દેવગઢમાં (Devgarh) હાપૂસના ઝાડમાં મોર ફૂટવા માંડ્યા છે. તેથી આ વર્ષે કોંકણ હાપુસ સામાન્ય કરતાં વહેલી બજારમાં એન્ટ્રી કરશે. દર વર્ષે શિયાળાની શરૂઆત(beginning of winter) થતાની સાથે જ કેરીમાં મોર ફૂટવા માંડે છે, અને ફેબ્રુઆરી મહિનામાં કેરી બજારમાં આવી જતી હોય છે.
કોંકણના ફળોનો રાજા(king of fruits) ગણાતો હાપુસ આ વખતે બજારમાં જલદી આવવાનો છે, તેથી સ્વાદના શોખીનો અત્યાર જ મોં મા પાણી આવી ગયા છે. આ વખતે દેવગઢ હાપુસનો સ્વાદ જાન્યુઆરીના પહેલા અઠવાડિયામાં જ ચાખવા મળવાનો છે. પર્યાવરણમાં થયેલા ફેરફારોને કારણે દેવગઢ, વિજયદુર્ગ, માલવણ, વેંગુર્લે જેવા દરિયાઈ કિનારપટ્ટામાં(coastal areas) હાપુસ કેરીના મોર જલદી ફૂટ્યા છે. આ મોર ટકાવી રાખવાનો પડકાર કેરીના ખેડૂતો સમક્ષ છે.
ઝાડમાં આ મોર જલદી ફૂટવા માટે પર્યાવરણમાં બદલાવ એટલે કે ગ્લોબલ વોર્મિંગને(Global warming) કારણે થયો હોવાનું ખેડૂતોનું માનવું છે. કોંકણમાં મુખ્યત્વે નવેમ્બર મહિનામાં આંબાને મોર ફૂટવાનું ચાલુ થાય છે. જો કે, સિંધુદુર્ગ જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારોમાં ખારા પવનો અને હવામાનમાં ફેરફારને કારણે આંબાને મોર ફૂટ્યા છે.
આ સમાચાર પણ વાંચો :મોદી-શાહની અનેક વખત મુલાકાત લેનારા NCPના આ દિગ્ગજ નેતા શું ઘરવાપસી કરશે- જાણો શું છે તેમનો પ્લાન
નિષ્ણાતોએ જોકે જલદી મોર ફૂટવા બદલ ખેડૂતોને યોગ્ય કાળજી સાથે જંતુનાશકોનો છંટકાવ કરવી સલાહ આપી છે. સાથે જ મોરને પ્લાસ્ટિકથી ઢાંકીને વરસાદથી બચાવવા માટે અપીલ કરી છે.
દરિયાકાંઠાના વિસ્તારોમાં ખડકાળ ભૂપ્રદેશ છે. તેથી ભૂગર્ભ ગતિ અને વાતાવરણમાં ફેરફારને કારણે આંબામાં અકાળે મોર ફૂટતા હોવાનું ખેડૂતોનું કહેવું છે. આ મોરને જાળવી રાખવા માટે ખૂબ જ મહેનત કરવી પડે છે. આથી આ મોર જાળવવા કેરી બજારમાં પહોંચે ત્યાં સુધીનો ખર્ચ અને ઉત્પાદનમાંથી મળતો નફો પણ સંતુલિત રાખવો પડે છે. કેરી ઉત્પાદકોનું કહેવું છે કે વૈશ્વિક તાપમાનમાં વધારો ગ્લોબલ વોર્મિંગનું પરિણામ છે. તેથી, સતત બદલાતા વાતાવરણને કારણે, તે આ રીતે ખીલે છે. પરંતુ જ્યારે શિયાળો શરૂ થાય છે ત્યારે જે મોર આવે છે તે આંબાના સાચા ફૂલ હોય છે અને ફેબ્રુઆરી મહિનામાં કેરીઓ મળે છે.