News Continuous Bureau | Mumbai
Snake Bite UP: ઉત્તર પ્રદેશના ( Uttar Pradesh ) ફતેહપુરમાં 40 દિવસમાં સાતમી વખત સાપે એક યુવકને ડંખ માર્યો છે. રસપ્રદ વાત જણાવતા વિકાસે કહ્યું કે સાપે મને ત્રણ વાર ડંખ માર્યો ત્યારે ડોક્ટરો પણ મારી સારવાર કરવાતા આશ્ચર્યચકિત થઈ રહ્યાં હતા. હું કઈ રીતે બચી જઈ રહ્યો છું તે રિસર્ચનો વિષય બન્યો હતો. અંતે ડોક્ટરોએ મને મારી જગ્યા બદલવાની સલાહ આપી. આ સલાહને અનુસરીને વિકાસ તેની માસીના ઘરે રોકાવા ગયો હતો. સાપે ત્યાં જઈને પણ તેને ત્યાં ડંખ માર્યો હતો. ત્યારબાદ વિકાસ તેના મામાના ઘરે ગયો હતો. સાપે તેને ત્યાં પણ જઈને ડંખ માર્યો હતો.
હાલ યુવક શહેરની ખાનગી હોસ્પિટલના હાલ ICUમાં છે. યુવકની સારવાર કરી રહેલા ડોક્ટરનું કહેવું છે કે તેની હાલત હજુ પણ ગંભીર છે. 12 થી 24 કલાક પછી કંઈક કહી શકાશે. કોઇ અનિચ્છનીય બનાવથી પરિવારજનો હાલ ભયભીત છે. સતત બની રહેલી આ અકલ્પનીય ઘટનાના કારણે પરિવારજનોમાં ભયનો માહોલ ફેલાય ગયો છે.
Snake Bite UP: દર વખતે તેને સાપ ડંખે છે, તે પહેલા જ તેને ખતરાનો આભાસ થવા લાગે છે….
એક નિવેદન આપતા વિકાસે કહ્યું હતું કે, તેને એક વખત સપનામાં એક સાપ ( Snake Bite ) આવ્યો હતો. સપનામાં આવેલા સાપે કહ્યું હતુ કે હું તને 9 વાર ડંખ મારીશ. આ 9માંથી 8 વખત તારો બચાવ થઈ જશે, પરંતુ 9મી વખત કોઈ ડોક્ટર, કોઈ તાંત્રિક કે દેવી-દેવતાઓની શક્તિ તને બચાવી શકશે નહીં. હું તને મારી સાથે લઈ જઈશ. વિકાસ 6 વખત સર્પડંખથી ભયભીત થયો છે પરંતુ આગામી 3 ડંખથી તેને ડર નથી લાગતો પરંતુ નવમી વખતે જો કરડશે અને ભવિષ્યવાણી સાચી પડશે અને મરી જઈશે તો શું થશે, આ જ ભયના ઓછાયા હેઠળ વિકાસ જીવી રહ્યો છે.
આ સમાચાર પણ વાંચો : Droupadi Murmu: ચાર રાષ્ટ્રોના રાજદૂતોએ ભારતના રાષ્ટ્રપતિને ઓળખપત્રો રજૂ કર્યા
ઉલ્લેખનીય છે કે, સર્પદંશથી પીડિત 24 વર્ષીય વિકાસ દ્વિવેદી ( Vikas Dwivedi ) માલવા પોલીસ સ્ટેશન વિસ્તારના સૌરા ગામનો રહેવાસી છે. તેને 35 દિવસમાં છ વખત સાપે ડંખ માર્યો હતો. વિકાસે કહ્યું હતું કે દર વખતે તેને સાપ ( Snake ) ડંખે છે, તે પહેલા જ તેને ખતરાનો આભાસ થવા લાગે છે. તેની ડાબી આખ ફફડવા માંડે છે. શનિવાર અને રવિવારે તેને સાપે ડંખ માર્યો હતો, પરંતુ આ વખતે ગુરુવારે સાંજે તે તેના મામાના ઘરે હતો ત્યારે સાપે તેને ડંખ માર્યો હતો.
આ પછી, જ્યારે વિકાસની હાલત નાજુક થઈ ગઈ, ત્યારે તેના પરિવારે તેને શહેરની એક ખાનગી હોસ્પિટલના આઈસીયુમાં દાખલ કર્યો હતો. સારવાર કરી રહેલા ડોક્ટરે કહ્યું કે યુવકની સ્થિતિ વિશે 24 કલાક પછી જ કહી શકાશે. આ યુવકની અગાઉ પણ છ વખત આ જ હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી હતી. આ અકલ્પનીય ઘટનાથી પરિવારના સભ્યો સતત પરેશાન અને ગભરાયેલા રહી રહ્યા છે.