આરએસએસના વડા મોહન ભાગવતે ગઈકાલે દેશની એકતા અને અખંડિતતા માટે આહ્વાન કર્યું હતું.
મુસ્લિમ રાષ્ટ્રીય મંચ દ્વારા આયોજિત કાર્યક્રમમાં ભાગ લેતા તેમણે જણાવ્યું હતું કે, ભારતમાં રહેનારા બધા જ લોકોના ડીએનએ એક જ છે, પછી તેઓ ભલે ગમે તે ધર્મને અનુસરતા હોય.
હિન્દુ-મુસ્લિમ એકતા ભ્રામક છે, કારણ કે તેઓ અલગ છે જ નહીં. પ્રાર્થના કરવાની અલગ પદ્ધતિના આધારે લોકો સાથે ભેદભાવ થઈ શકે નહીં.
તેમને કોઈપણ રીતે અલગ પાડી શકાય નહીં. ભારત જેવા લોકશાહી દેશમાં હિંદુનું કે પછી મુસ્લિમનું પ્રભુત્વ છે તેવી વાતો થઈ શકે જ નહીં. આ દેશમાં માત્ર ભારતીયોનું જ પ્રભુત્વ છે.
