Site icon

નડિયાદના 125 વર્ષ જૂના અ. સૌ. ડાહીલક્ષ્મી પુસ્તકાલય નો આજે જન્મદિવસ. જાણો આ પુસ્તકાલય વિશે ની મહત્વપૂર્ણ અને રોચક બાબતો 

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

નડિયાદ, ૨૬ એપ્રિલ 2021

Join Our WhatsApp Community

સોમવાર

 આ મકાનનું નિર્માણ ગત ૨૫-૦૪-૧૮૯૮ એ શ્રી મન:સુખરામ સૂર્યરામ ત્રિપાઠીએ કરેલું. તેઓ આ સાક્ષરભૂમિના એક પ્રકાંડ પંડિત, વિચક્ષણ રાજપુરુષ અને ગોવર્ધનરામ ત્રિપાઠી જેવા સાક્ષરરત્નો ના માર્ગદર્શક વડીલ હતા. તેમણે પત્ની ડાહીલક્ષ્મીની યાદમાં આ પુસ્તકાલયની સ્થાપના કરી હતી.

જાણ મુજબ ૨૫મી એપ્રિલ, ૧૮૯૮ (વૈશાખ સુદ ચોથ, સંવત ૧૯૫૪)ના રોજ ડાહીલક્ષ્મી પુસ્તકાલય સ્થપાયું ત્યારે તેની પાછળ  રૂ. ૩૦,૦૦૦નો ખર્ચ થયો હતો.

પુસ્તકાલયના પ્રથમ પ્રમુખ હતા ‘સરસ્વતીચંદ્ર’ના કર્તા તેમજ ગુજરાતીના મહાન સાક્ષર ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી.સંસ્થાના પાલન-પોષણ માટે મન:સુખરામ સૂર્યરામ ત્રિપાઠીએ પુસ્તકાલયનો વ્યાપ વધતાં એક ટ્રસ્ટ-ડીડ કર્યું. તેમણે પુસ્તકાલયના નિર્વાહ માટે રૂ. ૨૫૦૦૦ની અને પોતાનાં લખેલાં પુસ્તકોનાં પુનમુદ્રણ માટે બીજા રૂ. ૧૦૦૦૦ની પ્રોમિસરી નોટો આપી. ૧૩મી ઓગસ્ટ, ૧૯૦૫માં મળેલી સંસ્થાના સંચાલક મંડળની મિટિંગમાં સંસ્થા માટેના નિયમો(ટ્રસ્ટડીડ)ઘડી કાઢવામાં આવ્યા, જે ખુદ ગોવર્ધનરામે બનાવ્યા હતા.

18 વર્ષથી ઉપરના તમામ લોકોને ઓનલાઇન રજીસ્ટ્રેશન વગર વેક્સિન નહીં આપવામાં આવે. અહીં જાણો કઈ રીતે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરશો તેમ જ વેબસાઈટ ની વિગતો.

અંગ્રેજી રાજય દરમિયાન ડાહીલક્ષ્મી પુસ્તકાલયને ‘રજિસ્ટર્ડ લાયબ્રેરી’નો દરજ્જો મળ્યો હતો. ૧૯૪૮માં ભારત સરકારની યોજના મુજબ તેને ‘જિલ્લા પુસ્તકશાળા’ તરીકેની માન્યતા મળી.

નડિયાદની સાક્ષરનગરી તરીકેની છાપને દ્રઢ કરવામાં ડાહીલક્ષ્મી પુસ્તકાલયનો ફાળો નોંધપાત્ર રહ્યો છે. : સોર્સ

Delhi Car Blast: દિલ્હી બ્લાસ્ટ ડૉ. શાહીનને બુરખાથી નફરત! યુરોપ-ઓસ્ટ્રેલિયા જવાની હતી, પૂર્વ પતિએ ખોલ્યા અંગત જીવનના રાજ
PM Modi: દિલ્હી બ્લાસ્ટના ઘાયલોને LNJP હોસ્પિટલમાં મળ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી
Delhi Blast: ૩૦૦ કિલો એમોનિયમ નાઇટ્રેટ ક્યાં છુપાયેલો છે? વિસ્ફોટક બાંગ્લાદેશ-નેપાળના રસ્તે ભારત આવ્યો!
Ayodhya blast: આતંકવાદીઓનો ખતરનાક પ્લાન: અયોધ્યામાં વિસ્ફોટ કરવા ‘સ્લીપર મોડ્યુલ’ એક્ટિવેટ કર્યું હતું! વારાણસી પણ નિશાના પર હતું
Exit mobile version