News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્રના સાંગલી જિલ્લામાં કૃષ્ણા નદીના પટમાં હજારો માછલીઓના મોત થયાની એક ઘટના સામે આવી છે.
સાંગલી જિલ્લાના અંકેલીમાં કૃષ્ણા નદીના પટમાં હજારો માછલીઓ મરી રહી છે. નદીમાં મોટા પ્રમાણમાં દૂષિત પાણી પ્રવેશવાને કારણે માછલીઓ મૃત્યુ પામી છે.
પાણીના આ પ્રદૂષણ માટે કોણ જવાબદાર છે, તેની તપાસ કરવામાં આવી રહી છે. દરમિયાન પોલ્યુશન કંટ્રોલ બોર્ડના નબળા સંચાલનને કારણે આંદોલનને વેગ મળે તેવી શક્યતા છે.
એવું કહેવાય છે કે સાંગલી શહેરમાંથી છોડવામાં આવેલા સુગર ફેક્ટરીના કાદવમાં ભળેલા પ્રદૂષિત પાણીને કારણે આ માછલીઓ મરી રહી છે. આથી શું પ્રદુષણ નિગમ આ અંગે કોઈ નિર્ણય લેશે? તે જોવું મહત્વપૂર્ણ રહેશે.
મહત્વનું છે કે થોડા દિવસો પહેલા કૃષ્ણા નદીના પાણીમાં ગટરનું ગંદુ પાણી ભળતા હોવાની ફરિયાદ ઉઠી હતી. સ્થાનિક લોકો દ્વારા વારંવારની ફરિયાદો બાદ પણ વહીવટીતંત્ર ઉંઘતુ રહ્યું હતું. વહીવટીતંત્રની બેદરકારીને કારણે પાણીનું પ્રદૂષણ એટલી હદે પહોંચી ગયું છે કે આજે હજારો માછલીઓ મરીને કિનારે પહોંચી ગઈ છે.
આવી જ એક ઘટના કોલ્હાપુરની પંચગંગા નદીમાં પણ સામે આવી છે. ત્યાં પણ પાણીમાં કોઈ ઝેરી પદાર્થ ભળવાને કારણે મોટી સંખ્યામાં માછલીઓ મૃત્યુ પામી છે.