ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૯ જુલાઈ, ૨૦૨૧
ગુરુવાર
ઝારખંડના ધનબાદમાં એક ચોરી કરેલી રિક્ષા દ્વારા ટક્કર લાગતાં એક ન્યાયાધીશનું મોત નીપજ્યું છે. આ સંદર્ભે પોલીસે ત્રણ શંકાસ્પદ આરોપીની ધરપકડ કરી છે. રિક્ષાચાલક સહિત ત્રણ આરોપીઓની ગિરિડીહથી ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આ રિક્ષા પણ કબજે કરી છે. આ મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે. બાર ઍસોસિયેશનના પ્રમુખ વિકાસસિંહે આ મામલો સુપ્રીમ કોર્ટ સમક્ષ મૂક્યો છે અને CBI તપાસની માગ કરી છે.
વાત એમ છે કે બુધવારે સવારે જિલ્લા અને સેશન્સ જજ ઉત્તમ આનંદ મૉર્નિંગ વૉક પર નીકળ્યા હતા. દરમિયાન રણધીર વર્મા ચોક પાસે એક રિક્ષાએ પાછળથી ટક્કર મારી હતી. બનાવ બાદ રિક્ષાચાલક નાસી ગયો હતો. જોકેઘટનાસ્થળે ટોળું એકત્રિત થઈ ગયું હતું અને સ્થાનિકોએ ન્યાયાધીશને હૉસ્પિટલમાં લઈ ગયા, જ્યાં તેમનું મોત નીપજ્યું હતું.
ઝવેરીઓની ચિંતામાં વધારોઃ જૂના સ્ટોક પર હોલમાર્કને લઈને દેશભરના ઝવેરીઓએ કરી આ માગણી; જાણો વિગત
ઝારખંડ હાઈકોર્ટે ન્યાયાધીશના મૃત્યુકેસની નોંધ લીધી છે. કોર્ટે આ અંગે સરકાર પાસે જવાબ માગ્યો છે. DGPએ કોર્ટમાં જણાવ્યું હતું કે તપાસ માટે SITની રચના કરવામાં આવી છે. બીજી તરફ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ ડી.વાય.ચંદ્રચૂડની અધ્યક્ષતાવાળી ખંડપીઠ સમક્ષ ઍડ્વોકેટ વિકાસસિંહે કહ્યું કેઆ એક એવો મામલો છે જેમાં CBIદ્વારા તપાસ થવી જોઈએ.
ઉલ્લેખનીય છે કે ન્યાયાધીશ ઉત્તમ આનંદ ઘણા ગંભીર કેસની સુનાવણી કરી રહ્યા હતા. ઉત્તમ આનંદની કોર્ટમાં ઘણા મોટા કેસોની સુનાવણી ચાલી રહી હતી. ઉત્તર પ્રદેશના શૂટર અભિનવ પ્રતાપસિંહના કેસની સુનાવણી પણ તેમની કોર્ટમાં ચાલી રહી હતી. અનિભવ પ્રતાપસિંહે ધનબાદમાં ઘણા નાના-મોટા ગુના કર્યા છે. એટલું જ નહીં, જેલમાં ડઝનબંધ હત્યામાં સંડોવાયેલા ગૅન્ગસ્ટર અમન સિંહની પણ સુનાવણી તેમની કોર્ટમાં ચાલી રહી હતી.