ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
10 જુન 2020
આજે બીજા હાથીનો મૃતદેહ જંગલના તે જ સ્થળે મળ્યો, જ્યાં ગઈકાલે સગર્ભા હાથીનો મૃતદેહ મળ્યો હતો, છેલ્લા બે દિવસમાં સગર્ભા હાથી સહિત ત્રણ હાથીઓના મોત નીપજ્યાં હતાં. છત્તીસગઢ પ્રતાપપુર ફોરેસ્ટ રેન્જના ગણેશપુર ગામમાં બીજા હાથીના સમાચાર મળ્યાં છે, જ્યા ગઈકાલે એક હાથીની લાશ મળી હોવાનાની ઘટના બની હતી. એક જ દિવસના ગાળામાં હાથીનું મોત નીપજવાની આ બીજી ઘટનાથી વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ ખળભળી ઉઠ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, 17-18 હાથીઓનું એક ઝૂંડ જંગલમાં ફરી રહ્યું હતું, આ રસ્તા પર વન વિભાગ દ્વારા અંદરની બાજુ એક ડેમ બનાવવામાં આવ્યો છે, જેમાં હાથીઓનું ઝૂંડ પાણી પીવા માટે આવતું હતું. તેમાંથી આજે વધુ એક હાથીનો મૃતદેહ તે જ સ્થળે પડેલો મળી આવ્યો છે, જ્યાં ગઈકાલે એક હાથીનો મૃતદેહ મળ્યો હતો, આ હાથણી ગર્ભવતી પણ હતી. વનવિભાગ ની ટીમ ગઈકાલે ગણેશપુરની આજુબાજુના જંગલમાં પેટ્રોલીંગ કરી રહી હતી, તે દરમિયાન વન વિભાગને હાથીના મોતની જાણકારી મળી હતી. દરમિયાન ત્રણ ડોકટરોની ટીમે આ મૃત હાથીનું પોસ્ટમોર્ટમ કરયું હતું, જેમાં આંતરિક સ્ત્રાવ અને કોઈ અજાણી બીમારી થકી મોત થયાનું નોંધાયું છે. ડૉક્ટર મોતનું કારણ જાણવાના પ્રયત્ન કરી રહયાં છે.જોકે, કુલ મળીને ત્રણ હાથીઓના મોતથી હાથીના સંરક્ષણના પ્રયાસોને આંચકો લાગ્યો છે…