Site icon

વડોદરામાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટને કારણે ૩૫ ટીપી સ્કીમો અટવાઈ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 10 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

શુક્રવાર.

વડોદરા શહેરમાં ટીપી સ્કીમોના અમલ માટે ધીમી ગતિએ કામગીરી ચાલી રહી છે. પાલિકા દ્વારા તૈયાર કરવામાં આવેલી કુલ ૯૫ ટીપી સ્કીમોમાંથી ૨૮ ટોપી સ્કીમો ટીપીઓ કક્ષાએ અને ૭ ટીપી સ્કીમો રાજ્ય કક્ષાએ મંજૂરીની રાહ જાેઈ રહી છે. ૩૪ ટીપી સ્કીમો પાલિકા કક્ષાએ મંજૂર થઈ રહી છે. જે ૩૪ ટીપી સ્કીમોને પાલિકા કક્ષા એ મંજૂરી મળી છે તેમાં અકોટા, સુભાનપુરા-જેતલપુર સહિતી સ્કીમનો સમાવેશ થાય છે. જ્યારે ટીપીઓ કક્ષાએ પેન્ડિંગ મુસદારૂપ ૨૮ યોજનામાં બિલ, ભાયલી સહિતની સ્કિમનો સમાવેશ થાય છે. રાજ્ય સરકાર કક્ષાએ જે ૭ ટીપી સ્કીમો પેન્ડિંગ છે. હદ પરામર્શ અંગે મુખ્ય નગર નિયોજકને મોકલેલી ટીપી સ્કીમમાં તરસાલીનો સમાવેશ થાય છે અને વડદલા માટે અભિપ્રાય મળી ગયો છે તો ટાઉન પ્લાનિંગ કમિટીમાં સુભાનનપુરા-વડીવાડી, હરણીની ૨ અને ગોરવા મળી કુલ ૪ ટીપી સ્કીમમાં મંજૂરીની રાહ જાેઈ રહી છે.માણેજાથી છાણી સુધીના વિસ્તારમાં જેમ જેમ ટીપી સ્કીમ બનશે તેમ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન દ્વારા પાલિકાને ઇનક્રીમેનટલ ચાર્જિસની ચુકવણી કરશે. શહેરની ૯૫ પૈકી નદીની આસપાસની ૩ ટીપી સ્કીમ પરત આવી છે.ગોકળગાય ગતિએ વડોદરા વિકાસ કરી રહ્યું છે અને તેમાં પણ ટીપી સ્કીમોનું મંજૂરી માં કોઈ રસ દાખવવામાં આવતા તેની અસર ફરી એક વખત વડોદરાના વિકાસ પર પડી રહી છે અને તેમાંય બુલેટ ટ્રેન પ્રોજેક્ટના વિસ્તારમાં ટીપી સ્કીમો ઘોંચમાં પડતાં તેના કારણે પાલિકાને ઈન્ક્રીમેન્ટલ કૉન્ટ્રીબ્યુશન ચાર્જ પેટે રૂ.૮૮.૩૯ કરોડ જેવી જંગી રકમ મેળવવામાં વિલંબ થશે તે નક્કી છે. માણેજાથી છાણી સુધી બુલેટ ટ્રેન પ્રોજેકટ માટે જમીનો સંપાદિત થતાં પાલિકાને નેશનલ હાઇ સ્પીડ રેલ્વે કોર્પોરેશન દ્વારા ૩૪ કરોડ રૂપિયાની રકમ ચૂકવવામાં આવી છે.

ના હોય! RJD સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવના પુત્ર તેજસ્વી યાદવ સાથે લગ્ન કરવા ખ્રિસ્તી રશેલે કર્યુ ધર્મપરિવર્તન, હવે આ નામેં ઓળખાશે; જાણો વિગતે 

Republic Day 2026:દેશદ્રોહી પન્નુની વધુ એક નાપાક હરકત: લાલ કિલ્લા પર ધ્વજવંદન રોકવા કરી ઉશ્કેરણી; દિલ્હીમાં FIR દાખલ, એજન્સીઓ એલર્ટ.
Ladki Bahin Yojana Update: લાડકી બહેન યોજનામાં ટેકનિકલ ખામી? હવે ઘરે બેઠા થશે ઉકેલ; મંત્રી અદિતિ તટકરેએ લોન્ચ કરી ખાસ સુવિધા, જાણો વિગત.
Badlapur Crime: બદલાપુરમાં વધુ એક નરાધમની કરતૂત: 4 વર્ષની બાળકી સાથે સ્કૂલ વાન ચાલકે કરી હેવાનીયત; પોલીસે આરોપીની ધરપકડ કરી વાન જપ્ત કરી
Noida-Ahmedabad School Bomb Threat: નોઇડા અને અમદાવાદની અનેક શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી; ઇમેઇલ બાદ પોલીસનું સઘન સર્ચ ઓપરેશન શરૂ
Exit mobile version