ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧૫ એપ્રિલ 2021
ગુરૂવાર
કોરોના ના કેસ વધવાને કારણે ગત વર્ષે જેલ પ્રશાસને એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો જે મુજબ જેલમાંથી અનેક કેદીઓને પેરોલ આપવામાં આવ્યા હતા. આ તે કેદીઓ હતા જેઓને એક અથવા બીજી ગંભીર બીમારીઓ હતી. અમુક કેદીને ટીબી, જ્યારે કે અમુક ને HIV અથવા કિડની સંદર્ભેની કે પછી ફેફસા સંદર્ભેની બીમારીઓ હતી. આ તમામ કેદીઓને જેલમાં રાખવામાં આવત તો તેમનું સ્વાસ્થ્ય ખરાબ થવાની શક્યતા હતી. આ વાતને ધ્યાનમાં રાખીને જેલ પ્રશાસને આશરે છ હજાર સાતસો ૪૦ જેટલા કેદીઓને તિહાર જેલમાંથી મુક્ત કર્યા હતા. આ કેદીઓ માંથી અત્યારે 3468 કેદીઓ લાપતા છે. આ કેદીઓ ક્યાં ગયા છે? શું કરી રહ્યા છે? તે સંદર્ભે દિલ્હી પોલીસ સહિત અલગ અલગ રાજ્યની પોલીસો તપાસ કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે તિહાર જેલમાં ગંભીર સજા ભોગવી રહેલા કેદીઓની સંખ્યા વધુ હોય છે.
