News Continuous Bureau | Mumbai
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી બે દિવસના મુંબઈ પ્રવાસે છે. અમિત શાહ લાલબાગ કા રાજાના દર્શન કર્યા બાદ અમિત શાહ મુંબઈમાં ભાજપના કોર્પોરેટરો અને પદાધિકારીઓ સાથે બેઠક યોજી હતી. જેમાં તેમણે ઉદ્ધવ ઠાકરેની આકરી ટીકા કરી હતી. અમિત શાહે કહ્યું કે એકનાથ શિંદેની શિવસેના હિન્દુત્વના વિચારો પર આધારિત છે. એકનાથ શિંદે જૂથની શિવસેના જ અસલી શિવસેના છે.
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના ઘરે યોજાયેલી પાર્ટીની બેઠકમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે (HM Amit Shah) શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે ઉદ્ધવ ઠાકરે પર નિશાન કરતા કહ્યું કે, ઉદ્ધવ ઠાકરેએ ન ફક્ત ભાજપને દગો આપ્યો, પણ વિચારધારાનેય દગો આપ્યો છે. તેમ જ મહારાષ્ટ્રની જનતાના જનાદેશનું પણ અપમાન કર્યું છે. ઉદ્ધવ ઠાકરેની પાર્ટી નાની હોવાનું કારણ ખુદ ઉદ્ધવ ઠાકરે અને તેમની સત્તાની લાલચ છે. રાજનીતિમાં જે લોકો દગો કરે છે, તેમને સજા આપવી જોઈએ. આજે ફરીથી કહેવા માગું છું કે, અમે ક્યારેય ઉદ્ધવ ઠાકરેને મુખ્યમંત્રી પદનું વચન આપ્યું નહોતું. અમે બંધ બારણે નહીં, છાતી ઠોકીને રાજનીતિ કરનારા લોકો છીએ. ઉદ્ધવ ઠાકરે સપના જોઈ રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો : સાવધાન- મુંબઈ-અમદાવાદ હાઈવે પર આટલા જોખમી બ્લેક સ્પોટ પર એક્સિડન્ટનું જોખમ- વર્ષમાં 400થી વધુ થયા તેના શિકાર- જાણો વિગત
અમિત શાહે પાર્ટીની બેઠકમાં BMC ચૂંટણી વિશે પણ વાત કરી, જેમાં 150 બેઠકો જીતવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. આ બેઠકમાં ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસની સાથે પાર્ટીના સાંસદો અને ધારાસભ્યો પણ હાજર હતા.