ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
24 જૂન 2020
તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) ના નેતા અને ફાલ્ટા વિધાનસભા મત વિસ્તારમાંથી ત્રણ વખતના ધારાસભ્ય તમોનાશ ઘોષનું આજે કોરોનાને કારણે મૃત્યુ થયું છે. તેમને હૃદય અને કિડની સંબંધિત ઘણી મુશ્કેલીઓ પહેલાથી હતી જ. 24 જૂને કોલકાતા ની એક હોસ્પિટલમાં નિધન થયું હતું.
પોતાનાં ધારાસભ્ય ના મોતના સમાચાર સાંભળી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી એ ટ્વિઈટ કરી કહ્યું કે “ખૂબ, ખૂબ દુઃખદ, 1998 થી ફાલ્ટા અને પાર્ટીના ખજાનચી રહેલા 3 વખતના ધારાસભ્ય તમોનાશ ઘોષએ આજે આપણી વચ્ચેથી વિદાય લીઘી. તેઓ 35 વર્ષ અમારી સાથે રહ્યા, તે લોકો અને પક્ષના હેતુ માટે સમર્પિત હતા. તેમણે તેમના સામાજિક કાર્ય દ્વારા ખૂબ યોગદાન આપ્યું છે” ટીએમસી સુપ્રીમો મમતા બેનર્જીએ તેમની પત્ની ઝર્ના, તેની બે પુત્રીઓ, મિત્રો અને શુભેચ્છકો પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના વ્યક્ત કરી હતી….
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com