ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
30 ડિસેમ્બર 2020
તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) એ બુધવારે કહ્યું હતું કે તેણે પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખરને હટાવવા માટે રાષ્ટ્રપતિનો સંપર્ક કર્યો હતો. ટીએમસી રાજ્યસભાના સભ્ય સુખેન્દુ શેખર રોયે કહ્યું કે, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને એક મેમોરેન્ડમ મોકલવામાં આવ્યું છે, જેમાં શ્રી ધનખરને પદ પરથી હટાવવા જણાવ્યું છે. બંધારણની કલમ 166 (1) ને ટાંકીને જણાવ્યું છે કે, "રાષ્ટ્રપતિ રાજ્યપાલની ગેરહાજરી દરમિયાન પદ સંભાળશે."
29 મી ડિસેમ્બરના રોજ મેમોરેન્ડમમાં જણાવાયું છે કે શ્રી ધનખર બંધારણની જાળવણી અને બચાવ કરવામાં નિષ્ફળ ગયા છે. સુદીપ બેનર્જી, ડેરેક ઓ'બ્રાયન, કલ્યાણ બેનર્જી અને કાકુલી ઘોષ દસ્તીદરે સહી કરેલા પત્રમાં કેન્દ્ર અને રાજ્યના પક્ષોનો રાજકીય વિરોધ હોવાનું જણાવ્યું છે.'
20 પાના સુધી ચાલેલા મેમોરેન્ડમમાં, તૃણમૂલ કોંગ્રેસના સભ્યો દ્વારા કહેવામાં આવ્યું છે કે રાજ્યપાલ પોતાની શપથ પ્રમાણે વ્યવહાર કરવામાં નિષ્ફળ ગયાં છે. ઉલ્લેખનીય છે કે, હાલના દિવસોમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી ની રાજ કરવાની રીત પર આકરા પ્રહારો કર્યા હતાં અને બંને આમને સામને આવી ગયાં હતાં
