Site icon News Continuous Bureau | Mumbai

ટીએમસીએ રાષ્ટ્રપતિના દરબારમા નાખી ઘા …  બંગાળના રાજ્યપાલને હટાવવાની વિનંતી.. જાણો રાજ્યપાલે એવું તે શું કર્યું!?

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,

મુંબઈ

Join Our WhatsApp Channel

30 ડિસેમ્બર 2020

તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) એ બુધવારે કહ્યું હતું કે તેણે પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખરને હટાવવા માટે રાષ્ટ્રપતિનો સંપર્ક કર્યો હતો. ટીએમસી રાજ્યસભાના સભ્ય સુખેન્દુ શેખર રોયે કહ્યું કે, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને એક મેમોરેન્ડમ મોકલવામાં આવ્યું છે, જેમાં શ્રી ધનખરને પદ પરથી હટાવવા જણાવ્યું છે. બંધારણની કલમ 166 (1) ને ટાંકીને જણાવ્યું છે કે, "રાષ્ટ્રપતિ રાજ્યપાલની ગેરહાજરી દરમિયાન પદ સંભાળશે." 

29 મી ડિસેમ્બરના રોજ મેમોરેન્ડમમાં જણાવાયું છે કે શ્રી ધનખર બંધારણની જાળવણી અને બચાવ કરવામાં નિષ્ફળ ગયા છે. સુદીપ બેનર્જી, ડેરેક ઓ'બ્રાયન, કલ્યાણ બેનર્જી અને કાકુલી ઘોષ દસ્તીદરે સહી કરેલા પત્રમાં કેન્દ્ર અને રાજ્યના પક્ષોનો રાજકીય વિરોધ હોવાનું જણાવ્યું છે.'

20 પાના સુધી ચાલેલા મેમોરેન્ડમમાં, તૃણમૂલ કોંગ્રેસના સભ્યો દ્વારા કહેવામાં આવ્યું છે કે રાજ્યપાલ પોતાની શપથ પ્રમાણે વ્યવહાર કરવામાં નિષ્ફળ ગયાં છે. ઉલ્લેખનીય છે કે, હાલના દિવસોમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી ની રાજ કરવાની રીત પર આકરા પ્રહારો કર્યા હતાં અને બંને આમને સામને આવી ગયાં હતાં

Justice Bagchi Remarks Shiv Sena Hearing ‘જેમણે બંધારણીય પાપ કર્યું…’ શિવસેના કેસની સુનાવણીમાં જસ્ટિસ બાગચીની આકરી ટિપ્પણી; શિંદે કે ઠાકરે, કોની મુશ્કેલી વધશે?
Shiv Sena Symbol Hearing Concluded શિવસેના પક્ષ અને ચિહ્ન અંગેની સુનાવણી પૂર્ણ સુપ્રીમ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો, મહારાષ્ટ્રના રાજકારણમાં ભારે ઉત્સુકતા
Mumbai Pune Expressway Missing Link Accident મુંબઈપુણે એક્સપ્રેસવેના ‘મિસિંગ લિંક’ પર ગમખ્વાર અકસ્માત ખાનગી બસ અને કન્ટેનર વચ્ચે જોરદાર ટક્કર, 6 મુસાફરો ઈજાગ્રસ્ત
Pune Airport Hashish Seized પુણે એરપોર્ટ પર ₹1 કરોડનું હશીશ જપ્ત બેંગકોકથી આવેલી મહિલા પેસેન્જરની ધરપકડ, કોસ્મેટિક્સ કન્ટેનરમાં છુપાવ્યો હતો ડ્રગ્સનો જથ્થો
Exit mobile version