ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 9 ફેબ્રુઆરી 2022
બુધવાર.
શૈક્ષણિક વર્ષ પૂરું થવાની તૈયારીમાં છે ત્યારે બાળકને આગામી દિવસમાં રજાના દિવસે પણ સ્કૂલમાં જઈને ભણવું પડે એવી શક્યતા નિર્માણ થઈ છે. રાજ્યના ડેપ્યુટી ચીફ મિનિસ્ટરે તેવો સંકેત આપ્યો છે.
કોરોનાએ છેલ્લા બે વર્ષમાં વિદ્યાર્થીઓના શિક્ષણને ઘણું નુકસાન પહોંચાડ્યું છે. હવે વાસ્તવિક શાળાઓ શરૂ થઈ ગઈ છે પરંતુ અભ્યાસક્રમ પૂરો કરાવવો એ શિક્ષકો માટે મોટો પડકાર છે એવું બોલતા રાજ્યના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર અજિત પવારે રાજ્યના શિક્ષકોને શનિવાર અને રવિવારે શાળા શરૂ કરવા અને અભ્યાસક્રમ પૂરો કરી નાખવાની અપીલ કરી છે.
કર્ણાટકમાં હિજાબને લઈને રાજકરણઃ સ્કૂલ, કોલેજ આટલા દિવસ રહેશે બંધ; જાણો વિગત
અજિત પવારે સોલાપુરમાં એક કાર્યક્રમ દરમિયાન કહ્યું હતું કે કોરોનાને કારણે બાળકો બે વર્ષથી શાળાએ ગયા નથી. કોરોના મહામારી દરમિયાન રાજ્યમાં શાળાઓ સાતસો દિવસ માટે બંધ હતી. હવે કોરોનાનો વ્યાપ ઘટી રહ્યો છે, તેથી શાળાઓ ફરીથી ખોલવામાં આવી છે.
અહીં ઉલ્લેખનીય છે કે જિલ્લા વહીવટીતંત્રે એવા જિલ્લાઓમાં શાળાઓ શરૂ કરવાનો નિર્ણય લીધો છે જ્યાં કોરોનાનું જોખમ ઓછું થયું છે. જો કે, શાળા શરૂ થાય ત્યારે પણ વાલીઓ માટે વિદ્યાર્થીઓને શાળાએ મોકલવાનું ફરજિયાત નથી. વર્તમાન સંજોગોમાં, વાલીઓએ તેમના વિદ્યાર્થીઓને યોગ્ય જણાય તેમ તેમને શાળાએ મોકલવા જોઈએ એવી સરકારે અપીલ પણ કરી છે.