ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 2 નવેમ્બર, 2021
મંગળવાર.
ઘર ખરીદનારા ગ્રાહકો સાથે થતી છેતરપિંડી રોકવા માટે મહારેરાએ બહુ મહત્ત્વનો નિર્ણય લીધો છે. તે મુજબ ડેવલપરે ગીરવે મૂકેલી મિલકત સંબંધી દસ્તાવેજો રજૂ કરવાનું ફરજિયાત રહેશે.
ડેવલપરે મહારેરામાં રજિસ્ટર્ડ પ્રોજેક્ટમાંના ઘર અથવા મિલકત પર લોન લીધી હશે અથવા ઘર તેમ જ મિલકત ગિરવી મૂકી હશે તો અંગેના સેન્ટ્રલ રજિસ્ટ્રી સિક્યુરિટાઈઝેશન ઍસેટ રિકન્સ્ટ્રકશન ઍન્ડ સિક્યોરિટી ઈન્ટરેસ્ટ ઓફ ઈન્ડિયા (સીઈઆરએસએઆઈસી) દસ્તાવેજો મહારેરાને રજૂ કરવાનું ફરજિયાત કરાયું છે.
આજથી પંચપર્વની શરૂઆત: ધનતેરસના દિવસે આ સમયે કરો સોના-ચાંદીની ખરીદી, જાણો શુભ મુહૂર્ત
મહારેરાના આ પગલાને કારણે ઘર પર લોન લેવામાં આવી છે કે અથવા તે ઘર ગીરવે તો નથી મુકાયું તેની તમામ માહિતી ગ્રાહકોને મળી રહેશે. તેમજ તેને કારણે ગ્રાહકો સાથે થતી છેતરપિંડી પર પણ અંકુશ આવશે.
મહારેરા પાસે રજીસ્ટ્રેશન કરતી વખતે હાઉસિંગ પ્રોજેક્ટ પર લોન લીધી છે કે પ્રોજેક્ટના ઘર ગિરવે મુકાયા છે એની માહિતી ડેવલપરે આપવાની હોય છે. આ માહિતી તેણે એફિડેવિડ કરીને આપવાની હોય છે. જોકે તેણે આપેલી માહિતી સાચી છે કે નહીં તેની કોઈ ખાતરી હોતી નથી. તેને કારણે ઘર ખરીદનાર ગ્રાહક છેતરાઈ જતો હોય છે. તેથી ડેવલપર પાસેથી સાચી અને કાયદેસર માહિતી મળે તે માટે મહારેરાએ સીઈઆરએસએઆઈ દસ્તાવેજો રજૂ કરવાનું ફરજિયાત કર્યું છે