Site icon News Continuous Bureau | Mumbai

આજે હિન્દુઓ માટે કાળો દિવસ છે : સંજય રાઉત

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રમાં વર્તમાન સમયમાં લાઉડસ્પીકર વિવાદ ચાલી રહ્યો છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના ચીફ રાજ ઠાકરે અને સંજય રાઉત આ વિવાદ પર આમને-સામને આવી ગયા છે. શિવસેના સાંસદ સંજય રાઉતે હિન્દુત્વ માટે કાળો દિવસ ગણાવતા ભાજપ પર હુમલો કર્યો છે. સંજય રાઉતે કહ્યુ કે, આ વિવાદનું નુકસાન મંદિરોએ પણ ભોગવવુ પડશે.  શિવસેનાના નેતા રાઉતે કહ્યુ કે, લાઉડસ્પીકર નિયમ બધા માટે છે, તે માત્ર મસ્જિદો માટે નથી. સંજય રાઉતે લાઉડસ્પીકર વિવાદ પાછળ ભાજપનો હાથ ગણાવ્યો છે. રાઉતે કહ્યુ કે, રાજ ઠાકરેનો ઉપયોગ કરી ભાજપ હિન્દુ-હિન્દુમાં વિવાદ ઉભો કરવા ઈચ્છે છે. તેમણે કહ્યું કે, મોટા મંદિરોમાં પણ બધા લોકો અંદર જઈ શકે નહીં, તેમાં પણ મર્યાદિત લોકોને પ્રવેશ મળે છે.  સંજય રાઉતે કહ્યુ કે, આજે ઘણા લોકો લાઉડસ્પીકરથી આરતી સાંભળી શક્યા નથી. આ કારણે મંદિરની બહાર રહેલાં લોકો નારાજ થઈ ગયા છે. લાઉડસ્પીકર પર કહ્યું કે જાે તેનું પાલન કરવું હોય તો તેનું નુકસાન મંદિરોએ પણ ભોગવવું પડશે. છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલાં વિવાદ પર કહ્યું કે, શિરડીમાં, ત્ર્યંબેકેશ્વર મંદિરમાં બહાર રહેલાં લોકો આરતી સાંભળી શક્યા નહીં. રાઉતે આરોપ લગાવ્યો કે આ આંદોલન હિન્દુઓમાં ભાગલા પડાવવાનું કામ કરશે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : જોધપુરમાં ૧૦ વિસ્તારોમાં કર્ફ્‌યૂ લગાયો, રાજસ્થાન સીએમ અશોક ગેહલોતે બેઠક બોલાવી.

 

Vibrant Gujarat 2027 Mumbai Roadshow વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૭: આજે મુંબઈના ધ તાજ મહલ પેલેસ ખાતે ભવ્ય રોડ શો, CM ભૂપેન્દ્ર પટેલ ઉદ્યોગપતિઓ સાથે કરશે બેઠક
Dombivli Police Quick Action આશા છોડી દીધી હતી ત્યાં પોલીસે કરી કમાલ ડોમ્બિવલીમાં રોકડ અને દસ્તાવેજો ભરેલું પર્સ કલાકોમાં મહિલાને પરત મળ્યું
Disha Salian Death Case દિશા સાલિયાનનું મોત આત્મહત્યા કે ષડયંત્ર? બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ હવે CBI કરશે દૂધનું દૂધ અને પાણીનું પાણી
Bhavnagar Para Yard Remodeling ભાવનગર રેલવેને ₹125 કરોડની ભેટ પરા યાર્ડ રિમોડેલિંગ પ્રોજેક્ટને મળી મંજૂરી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર થશે મજબૂત
Exit mobile version