News Continuous Bureau | Mumbai
દુનિયાભરમાં તો હજુ કોરોના વાયરસનો(Corona virus) પૂરી થવાની કોઈ આશંકા જોવા મળી નથી અને ત્યાં તો બીજી નવી નવી બીમારીઓ આવતી જાય છે. દક્ષિણ ભારતીય(South india) રાજ્ય કેરળમાં(kerala) એક નવા વાયરસની ભાળ મળી છે. જેનું નામ છે Tomato Flu. દુર્લભ ગણાતી આ બીમારીએ રાજ્યમાં અત્યાર સુધીમાં ૫ વર્ષથી ઓછી ઉમરના ૮૦થી વધુ બાળકોને પોતાના ભરડામાં લીધા છે. સંખ્યા હજુ પણ વધી શકે છે. જેને તાવ આવે તે આ બીમારીનો ટેસ્ટ કરાવી રહ્યા છે.
ટોમેટો ફ્લૂ(Tomato flu) એ વળી કઈ બીમારી છે એવું તમારા મનમાં ચોક્કસપણે થતું હશે. આ એક એવો અજાણ્યો તાવ છે જે કેરળ રાજ્યમાં પાંચ વર્ષથી નાની વયના બાળકોમાં જોવા મળી રહ્યો છે. આ ફ્લૂથી સંક્રમિત થયેલા બાળકોના શરીર(Childrens body) પર લાલ રંગના છાલા અને ચકામા જોવા મળી રહ્યા છે. લાલ લાલ ચકામા જોવા મળતા હોવાથી તેને ટોમેટો ફ્લૂ કહેવામાં આવી રહ્યો છે. આ બીમારી કેરળના કેટલાક ભાગોમાં જોવા મળી છે પરંતુ સ્વાસ્થ્ય અધિકારીઓએ(Health workers) ચેતવતા કહ્યું છે કે જાે ચેપ રોકવામા નહીં આવે તો વાયરસ ફેલાઈ શકે છે.
આ સમાચાર પણ વાંચો : મથુરા શ્રીકૃષ્ણ જન્મભૂમિ વિવાદમાં અલાહાબાદ હાઇકોર્ટનો ચુકાદો, મથુરા કોર્ટને આટલા મહિનામાં તમામ અરજીઓનો નિકાલ કરવાના આપ્યા નિર્દેશ…
આ બીમારીના મુખ્ય લક્ષણો(Symptoms) શરીર પર લાલ લાલ ચકામા, છાલા, ઉપરાંત ચામડીની બળતરા તથા ડિહાઈડ્રેશન(Dehyderation) છે. જે બાળકોમાં આ વાયરસનો ચેપ લાગ્યો હોય તેને ભારે તાવ, શરીરનું કળતર, સાંધાનો દુઃખાવો, પેટ ભારે થઈ જવું, જીવ ડોહળાવવો, ઝાડા ઉલ્ટી, ઊધરસ, છીંક તથા નાકનું ગળતર તથા હાથનો રંગ બદલાઈ જવો જેવા લક્ષણો જાેવા મળી શકે છે. જાે તમારા બાળકમાં આમાંથી કોઈ લક્ષણો જાેવા મળે તો તરત ડોક્ટર પાસે લઈ જાઓ. આ ઉપરાંત ધ્યાન રાખો કે સંક્રમિત બાળક તે છાલા કે ચકામાને ખોતરે નહીં. સ્વચ્છતા જાળવવી. ડોક્ટર સમયાંતરે પ્રવાહી લેતા રહેવાની અને આરામ કરવાની પણ સલાહ આપે છે..