Site icon

કોરોના પછી હવે આ હવે ટોમેટો ફ્લૂનો હાહાકાર.. આ રાજ્યમાં 80થી વધુ બાળકો તેના ભરડામાં; જાણો લક્ષણો..

News Continuous Bureau | Mumbai

દુનિયાભરમાં તો હજુ કોરોના વાયરસનો(Corona virus) પૂરી થવાની કોઈ આશંકા જોવા મળી નથી અને ત્યાં તો બીજી નવી નવી બીમારીઓ આવતી જાય છે. દક્ષિણ ભારતીય(South india) રાજ્ય કેરળમાં(kerala) એક નવા વાયરસની ભાળ મળી છે. જેનું નામ છે Tomato Flu. દુર્લભ ગણાતી આ બીમારીએ રાજ્યમાં અત્યાર સુધીમાં ૫ વર્ષથી ઓછી ઉમરના ૮૦થી વધુ બાળકોને પોતાના ભરડામાં લીધા છે. સંખ્યા હજુ પણ વધી શકે છે. જેને તાવ આવે તે આ બીમારીનો ટેસ્ટ કરાવી રહ્યા છે. 

Join Our WhatsApp Community

ટોમેટો ફ્લૂ(Tomato flu) એ વળી કઈ બીમારી છે એવું તમારા મનમાં ચોક્કસપણે થતું હશે. આ એક એવો અજાણ્યો તાવ છે જે કેરળ રાજ્યમાં પાંચ વર્ષથી નાની વયના બાળકોમાં જોવા મળી રહ્યો છે. આ ફ્લૂથી સંક્રમિત થયેલા બાળકોના શરીર(Childrens body) પર લાલ રંગના છાલા અને ચકામા જોવા મળી રહ્યા છે. લાલ લાલ ચકામા જોવા મળતા હોવાથી તેને ટોમેટો ફ્લૂ કહેવામાં આવી રહ્યો છે. આ બીમારી કેરળના કેટલાક ભાગોમાં જોવા મળી છે પરંતુ સ્વાસ્થ્ય અધિકારીઓએ(Health workers) ચેતવતા કહ્યું છે કે જાે ચેપ રોકવામા નહીં આવે તો વાયરસ ફેલાઈ શકે છે. 

આ સમાચાર પણ વાંચો  : મથુરા શ્રીકૃષ્ણ જન્મભૂમિ વિવાદમાં અલાહાબાદ હાઇકોર્ટનો ચુકાદો, મથુરા કોર્ટને આટલા મહિનામાં તમામ અરજીઓનો  નિકાલ કરવાના આપ્યા નિર્દેશ… 

આ બીમારીના મુખ્ય લક્ષણો(Symptoms) શરીર પર લાલ લાલ ચકામા, છાલા, ઉપરાંત ચામડીની બળતરા તથા ડિહાઈડ્રેશન(Dehyderation) છે. જે બાળકોમાં આ વાયરસનો ચેપ લાગ્યો હોય તેને ભારે તાવ, શરીરનું કળતર, સાંધાનો દુઃખાવો, પેટ ભારે થઈ જવું, જીવ ડોહળાવવો, ઝાડા ઉલ્ટી, ઊધરસ, છીંક તથા નાકનું ગળતર તથા હાથનો રંગ બદલાઈ જવો જેવા લક્ષણો જાેવા મળી શકે છે. જાે તમારા બાળકમાં આમાંથી કોઈ લક્ષણો જાેવા મળે તો તરત ડોક્ટર પાસે લઈ જાઓ. આ ઉપરાંત ધ્યાન રાખો કે સંક્રમિત બાળક તે છાલા કે ચકામાને ખોતરે નહીં. સ્વચ્છતા જાળવવી. ડોક્ટર સમયાંતરે પ્રવાહી લેતા રહેવાની  અને આરામ કરવાની પણ સલાહ આપે છે..

Malegaon Municipal Corporation Namaz Case: માલેગાંવ મહાનગરપાલિકામાં હંગામો: નમાજ પઢવાના વિરોધમાં મહંત અનિકેતશાસ્ત્રી મેદાનમાં; સરકારી પરિસરમાં ધાર્મિક પ્રવૃત્તિઓ મુદ્દે ઉઠ્યા સવાલો
Rohit Pawar Ajit Pawar Case Update: મુંબઈમાં હાઈ-વોલ્ટેજ ડ્રામા! રોહિત પવાર પોલીસ સ્ટેશનમાં ધરણા પર બેઠા; અજીત પવાર વિરુદ્ધ FIR માટે CMO સુધી પહોંચી વાત
Malegaon Municipal Corporation Namaz Case: સરકારી ઓફિસમાં નમાઝ પઢવાની છૂટ કોણે આપી? માલેગાંવમાં વીડિયો વાયરલ થયા બાદ વિવાદ વકર્યો; કમિશનર પાસે મંગાયો ખુલાસો.
Sandeep Sagale Gujarat CEO: ગુજરાત ચૂંટણી પંચમાં મોટો ફેરફાર: સંદીપ સાગલેએ સંભાળ્યો મુખ્ય ચૂંટણી અધિકારીનો પદભાર; આગામી ચૂંટણીઓ માટે તંત્ર સજ્જ.
Exit mobile version