Site icon

વાહ.. નર્મદાના નીર છલકાયાં..!! પીએમ મોદી 70માં જન્મદિને કરશે સરદાર સરોવર ની પૂજા..

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

16 સપ્ટેમ્બર 2020

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર છલોછલ ભરાઈ ગયું છે. હાલ નર્મદા ડેમની જળ સપાટી 138 મીટર સુધી પહોંચી છે. આ સિઝનમાં પ્રથમવાર નર્મદા મહત્તમ સપાટી પર પહોંચી છે. સાથે જ પ્રશાસન ઉપરવાસથી આવનારા પાણીની આવક પર પણ નજર રાખી રહ્યું છે. હાલ સરદાર સરોવરમાં પાણી નો જીવન જથ્થો  5935 મિલિયન કયુબિક મીટર થયો છે એટલે કહી શકાય કે અંદાજે આવનારા બે વર્ષ માટે નર્મદા બંધમાંથી પાણીનો જથ્થો નહીં ખૂટે એટલો સંગ્રહ થઈ ગયો છે.

 આજથી ત્રણ વર્ષ પહેલા પીએમ નરેન્દ્ર મોદીએ 17 સપ્ટેમ્બર 2017ના રોજ સરદાર સરોવર નર્મદા ડેમનું લોકાર્પણ કર્યું હતું, ત્યારે ડેમમાં 138.68 મીટર સુધી પાણી હતું. આવતીકાલે પણ પીએમ મોદી પોતાના 70માં જન્મદિને લોકાર્પણ ને ત્રણ વર્ષ પૂર્ણ થશે ત્યારે ડેમને 138.68 મીટર સુધી સંપૂર્ણ ભરવામાં આવશે. આમ કહી શકાય કે નર્મદા ડેમ લોકાર્પણ થયા બાદ ત્રીજી વખત સંપૂર્ણ ભરાશે.. આ અવસરે મોદી માં નર્મદા ની પૂજા પણ કરશે. જેની તૈયારી ઓ થઈ ગઈ છે..

Babri Masjid: બંગાળમાં બાબરી વિવાદ વકર્યો: મસ્જિદનો પાયો નાખવા મુદ્દે ઉકળતો ચરૂ, હુમાયુ કબીરના સમર્થકો ‘ઇંટ’ લઈને નીકળ્યા!
Maharashtra Nikaya Elections: સુપ્રીમનો મોટો આદેશ: મહારાષ્ટ્ર સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીના પરિણામો ૨૧ ડિસેમ્બરે જ જાહેર કરવા મંજૂરી, રાજકારણમાં ગરમાવો!
Wild elephant: જંગલી હાથીઓ સામે હાર: ‘કરવાનું શું?’ વન વિભાગ પાસે કોઈ ઉકેલ નહીં, ગૂંચવાયેલી સ્થિતિમાં મોટો પડકાર!
Indigo: પુણે-મુંબઈ વિમાન ટિકિટના દરોમાં થયો અધધ આટલો વધારો, ઇન્ડિગોના સમયપત્રક ખોરવાતા હવાઈ યાત્રા મોંઘી.
Exit mobile version