Site icon

આજથી કોંકણ કિનારાના પર્યટન પર બ્રેક આ કારણથી 31 ઓગસ્ટ સુધી વોટર સ્પોર્ટ્સ, ફોર્ટ પેસેન્જર બોટ રહેશે બંધ.. જાણો વિગતે

News Continuous Bureau | Mumbai

જો તમે કોંકણમાં(Konkan) વોટર સ્પોર્ટસ(Water sports) અને કિલ્લાઓ જોવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો આ વાત યાદ રાખો. આજથી 31 ઓગસ્ટ સુધી કોંકણ કિનારપટ્ટી(Konkan coast) પર ચોમાસાને(Monsoon) ધ્યાનમાં રાખીને પર્યટન પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.

Join Our WhatsApp Community

આજે 26મી મેથી 31મી ઓગસ્ટ સુધી કોંકણના સિંધુદુર્ગ(Sindhudurg), રાયગઢના બીચ(Raigad beach) પર વોટર સ્પોર્ટ્સ અને ફોર્ટ પેસેન્જર(Fort Passenger) બોટ ટ્રાફિક બંધ રહેશે. તેમજ મુરુડ(Murud) ખાતેના જંજીરા કિલ્લાને(Janjira fort) પ્રવાસીઓ માટે બંધ કરી દેવામાં આવ્યો છે. મેરીટાઇમ બોર્ડે(Maritime Board) આ અંગે નિર્ણય લીધો છે. સ્થાનિક પ્રશાસનના(local administration) આ નિર્ણયથી જોકે વેપારીઓ અને પ્રવાસીઓમાં રોષ ફેલાયો છે. સિંધુદુર્ગ અને રાયગઢ તટીય વિસ્તારોમાં પર્યટકોથી ઉભરાતા પર્યટન સ્થળો આજથી બંધ રહેશે. પરિણામે કોંકણમાં આર્થિક ટર્નઓવરને(Economic turnover) પણ અસર થવાની શક્યતા છે.

આ દરમિયાન મેરીટાઇમ બોર્ડના અધિકારીઓએ ચેતવણી આપી છે કે પ્રતિબંધ દરમિયાન વોટર સ્પોર્ટ્સ અથવા બોટિંગમાં સામેલ લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો :  હનુમાન ચાલીસા વિવાદને લઈને ચર્ચામાં આવેલા આ સાંસદને મળી જાનથી મારી નાખવાની ધમકી, દિલ્હી પોલીસે FIR નોંધી; તપાસ હાથ ધરી… 

વોટર સ્પોર્ટ્સ માટે પ્રવાસીઓ કોંકણને પસંદ કરે છે. કોંકણમાં રાયગઢ, રત્નાગીરી, સિંધુદુર્ગ ખાતે દરિયાકિનારા પર સ્કુબા ડાઇવિંગ(Scuba diving), બનાના રાઇડ(Banana Ride), જેટ સ્કી, પેરાસેલિંગ જેવી સાહસિક દરિયાઈ રમતોનો આનંદ માણવા માટે મોટી સંખ્યામાં પર્યટકો આવે છે.

સ્થાનિક પ્રશાસનના કહેવા મુજબ માલવણના તરકરલી બીચ પર બોટ અકસ્માતને(Boat accident) કારણે નિર્ણય લેવામાં આવ્યો નથી. આ એક નિયમિત પ્રક્રિયા છે અને વરસાદ અને વધતા દરિયાની પૃષ્ઠભૂમિમાં પર્યટકો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અહીં ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા સિંધુદુર્ગ જિલ્લાના માલવણમાં તરકરલી બીચ પર બોટ અકસ્માતમાં બે પર્યટકોના મોત થયા હતા. આ કેસમાં બે બોટ માલિકો સહિત પાંચ લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
 

BMC Mayor Race: મુંબઈ મેયર પદ માટે ભાજપ અને ઉદ્ધવ જૂથ વચ્ચે ગુપ્ત મંત્રણાની ચર્ચા; બદલાતા રાજકીય સમીકરણો વચ્ચે કોણ મારશે બાજી?
Maharashtra Politics: એકનાથ શિંદેની મંત્રીઓ પર નારાજગી અને મુંબઈમાં શરૂ થયેલું ‘હોટલ પોલિટિક્સ’; જાણો કેમ લીવો પડ્યો આ નિર્ણય
Eknath Shinde on BMC Mayor: મુંબઈનો મેયર અમારો જ હશે…’ એકનાથ શિંદેએ હોટલ તાજમાં બતાવ્યું શક્તિ પ્રદર્શન; ઉદ્ધવ કેમ્પમાં ફફડાટ, જાણો શિંદેનો માસ્ટર પ્લાન.
MNS: મહારાષ્ટ્રમાં રાજ ઠાકરેની ‘મનસે’ નો સફાયો: 22 શહેરોમાં ખાતું પણ ન ખુલી શક્યું, મુંબઈમાં ડબલ ડિજિટ સુધી પહોંચવામાં પણ ફાંફા.
Exit mobile version