News Continuous Bureau | Mumbai
ગોવા(Goa) પોતાના સુંદર, રમણીય બીચ(beach) માટે જાણીતો છે. મોટી સંખ્યામાં ટુરિસ્ટો(Tourist) ગોવા ફરવા જવાનું પસંદ કરે છે. ત્યારે તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વિડિયો ફરી વળ્યો હતો, જેમાં ગોવાના એક બીચ પર એક કાર(Car)નો માલિક પોતાની કારને સીધી બીચની અંદર લઈ ગયો હતો.
#MastiSopana|| Tourists from Mumbai drove their car illegally on Morjim Beach. And what we see in the video is expected. pic.twitter.com/smjHhmfleN
— Goa News Hub (@goanewshub) September 11, 2022
સોશિયલ મીડિયા પર ફરી વળેલા વીડિયોમાં દેખાય છે કે કાળા કલરની MH-12 નંબરથી ચાલુ થતી એક કાર ગોવાના મોરજીમ બીચ (Morjim Beach) પર અંદર દરિયાના પાણી સુધી પહોંચી ગઈ છે. આ કાર દરિયાની રેતી(Beach sand)માં અંદર ફસાયેલી જોવા મળે છે. રેતીમાં અંદર ખૂંપી ગયેલી આ કારને બહાર કાઢવાના પ્રયાસ થઈ રહ્યા છે અને આજુબાજુ લોકોના ટોળા થઈ ગયા છે.
આ સમાચાર પણ વાંચો : સપનાનું ઘર ખરીદવા માંગતા લોકો માટે સારા સમાચાર- દલાલોથી મુક્ત કરાવવા મ્હાડા લાવી રહી છે આ સિસ્ટમ
વિડિયોમાં દેખાઈ રહ્યું છે કારનો માલિક કારને બહાર કેવી રીતે કાઢવાના પ્રયાસમાં છે, ત્યારે બીચ પર રહેલા અમુક લોકો કારને બીચની અંદર લઈ આવવા સામે સવાલ કરવામાં આવે છે. વીડિયોમાં દેખાઈ રહેલા વીડિયોમાં કારના નંબર પરથી તે પુણેની કાર હોવાનું જણાયું હતું.