News Continuous Bureau | Mumbai
Pathankot Jammu train disruption ઉત્તર રેલ્વેના કઠુઆ–માધોપુર(પંજાબ)માં ડાઉન લાઇન પર બ્રિજ સંખ્યા 17 પર મિસઅલાઇનમેન્ટ થવાને તેમજ પઠાણકોટ–જમ્મુ તવી સેક્શન પર ભૂસ્ખલન થવાને કારણે અવરોધ સર્જાયો છે, જેના કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે. જેની વિગત નીચે મુજબ છે:
*સંપૂર્ણપણે રદ થયેલી ટ્રેનો*
1. 11 ઓક્ટોબર 2025 ની ગાડી સંખ્યા 19027, બાંદ્રા ટર્મિનસ–જમ્મુ તવી એક્સપ્રેસ રદ રહેશે.
2. 13 ઓક્ટોબર 2025 ની ગાડી સંખ્યા 19028, જમ્મુ તવી–બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ રદ રહેશે.
3. 12 ઓક્ટોબર 2025 ની ગાડી સંખ્યા 19415, સાબરમતી–શ્રીમાતા વૈષ્ણોદેવી કટરા એક્સપ્રેસ રદ રહેશે.
4. 14 ઓક્ટોબર 2025 ની ગાડી સંખ્યા 19416, શ્રીમાતા વૈષ્ણોદેવી કટરા–સાબરમતી એક્સપ્રેસ રદ રહેશે.
5. ગાડી સંખ્યા 19107, ભાવનગર ટર્મિનસ–એમસીટીએમ ઉધમપુર એક્સપ્રેસ આગામી સૂચના સુધી રદ રહેશે.
6. ગાડી સંખ્યા 19108, એમસીટીએમ ઉધમપુર–ભાવનગર ટર્મિનસ એક્સપ્રેસ આગામી સૂચના સુધી રદ રહેશે.
આ સમાચાર પણ વાંચો :RMC plant shutdown: જનતા જીતી! સરનાઈકની પહેલથી ઘોડબંદરના પ્રદૂષણ ફેલાવતા RMC પ્લાન્ટ પર તાળાં, પ્રતિબંધનો આદેશ.
*આંશિક રીતે રદ થયેલી ટ્રેનો*
1. ગાડી સંખ્યા 19027 બાંદ્રા ટર્મિનસ–જમ્મુ તવી એક્સપ્રેસ 18 ઓક્ટોબર 2025 થી આગામી સૂચના સુધી લુધિયાણા સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે. તથા આ ટ્રેન લુધિયાણા–જમ્મુ તવી વચ્ચે આંશિક રદ રહેશે.
2. ગાડી સંખ્યા 19028 જમ્મુતવી–બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ 20 ઓક્ટોબર 2025 થી આગામી સૂચના સુધી જમ્મુતવીના બદલે લુધિયાનથી શોર્ટ ઓરિજીનેટ થશે, તથા આ ટ્રેન જમ્મુ તવી–લુધિયાણા વચ્ચે આંશિક રદ રહેશે.
3. ગાડી સંખ્યા 19415 સાબરમતી–શ્રીમાતા વૈષ્ણોદેવી કટરા 19 ઓક્ટોબર 2025 થી આગામી સૂચના સુધી અમૃતસર સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે તથા આ ટ્રેન અમૃતસર– શ્રીમાતા વૈષ્ણોદેવી કટરા વચ્ચે આંશિક રદ રહેશે.
4. ગાડી સંખ્યા 19416 શ્રીમાતા વૈષ્ણોદેવી કટરા–સાબરમતી એક્સપ્રેસ 21 ઓક્ટોબર 2025 થી આગામી સૂચના સુધી શ્રીમાતા વૈષ્ણોદેવી કટરા ના બદલે અમૃતસરથી શોર્ટ ઓરિજીનેટ થશે તથા આ ટ્રેન શ્રીમાતા વૈષ્ણોદેવી કટરા–અમૃતસર વચ્ચે આંશિક રદ રહેશે.
5. ગાડી સંખ્યા 19223 સાબરમતી–જમ્મુતવી 15 ઓક્ટોબર 2025 સુધી ફિરોઝપુર કૅન્ટ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે તથા આ ટ્રેન ફિરોઝપુર કૅન્ટ–જમ્મુતવી વચ્ચે આંશિક રદ રહેશે.
6. ગાડી સંખ્યા 19224 જમ્મુતવી–સાબરમતી એક્સપ્રેસ 15 ઓક્ટોબર 2025 સુધી જમમૂતવી ના બદલે ફિરોઝપુર કૅન્ટથી શોર્ટ ઓરિજીનેટ થશે, તથા આ ટ્રેન જમ્મુતવી–ફિરોઝપુર વચ્ચે આંશિક રદ રહેશે.
ટ્રેનના સ્ટોપેજ, સંરચના અને સમય-સારણી સંબંધિત વિસ્તૃત જાણકારી માટે યાત્રી કૃપયા કરીને ભારતીય રેલ્વેની સત્તાવાર વેબસાઇટ www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરે.