News Continuous Bureau | Mumbai
Train Route Changed : પશ્ચિમ મધ્ય રેલવે (ના ભોપાલ ડિવિઝનના બુધની-બરખેડા સેક્શનમાં ત્રીજી લાઇનને શરૂ કરવા માટે સૂચિત નોન-ઇન્ટરલોકિંગ કાર્યને કારણે, સોમનાથ-જબલપુર એક્સપ્રેસ ટ્રેન ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે. ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડતી ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:-
ડાયવર્ટ કરાયેલી ટ્રેનો:-
1. 28 નવેમ્બર, 2023 થી 09 ડિસેમ્બર, 2023 સુધી, ટ્રેન નંબર 11464 જબલપુર-સોમનાથ એક્સપ્રેસ જબલપુર-કટની મુરવારા-બીના-ભોપાલ થઈને ચાલશે.
આ સમાચાર પણ વાંચોઃ Planes Losing GPS Signal : આ દેશની નજીક રહસ્યમય રીતે બંધ થઇ રહ્યું છે વિમાનોનું GPS સિગ્નલ, DGCAએ એરલાઇન્સ માટે જારી કરી એડવાઇઝરી..
2. 28 નવેમ્બર, 2023 થી 08 ડિસેમ્બર, 2023 સુધી, ટ્રેન નંબર 11463 સોમનાથ – જબલપુર એક્સપ્રેસ ભોપાલ-બીના-કટની મુરવારા-જબલપુર થઈને ચાલશે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.