Train Schedule Change: રેલ યાત્રી માટે મહત્વપૂર્ણ સૂચના, એમજીઆર ચેન્નઈ સેન્ટ્રલ-અમદાવાદ અને એકતા નગર એક્સપ્રેસના સમયમાં ફેરફાર

Train Schedule Change: એમજીઆર ચેન્નઈ સેન્ટ્રલ-અમદાવાદ અને એમજીઆર ચેન્નઈ સેન્ટ્રલ-એકતા નગર એક્સપ્રેસ ના પ્રસ્થાનના દિવસ અને સમયમાં ફેરફાર

by khushali ladva
train-schedule-change-important-notice-for-rail-passengers-change-in-timings-of-mgr-chennai-central-ahmedabad-and-ekta-nagar-express

News Continuous Bureau | Mumbai

Train Schedule Change: પશ્ચિમ રેલવે દ્વારા ટ્રેન નં. 20953 એમજીઆર ચેન્નઈ સેન્ટ્રલ-અમદાવાદ એક્સપ્રેસ અને ટ્રેન નં. 20919 એમજીઆર ચેન્નઈ સેન્ટ્રલ-એકતા નગર એક્સપ્રેસ ના એમજીઆર ચેન્નઈ સેન્ટ્રલ સ્ટેશન થી પ્રસ્થાન ના દિવસ અને સમય માં ફેરફાર કરવામાં આવ્યો છે. આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:-

  • ટ્રેન નંબર 20953 એમજીઆર ચેન્નઈ સેન્ટ્રલ-અમદાવાદ એક્સપ્રેસ જે વર્તમાનમાં એમજીઆર ચેન્નઈ સેન્ટ્રલ સ્ટેશન થી દર શુક્રવારે 15.50 કલાકે ઉપડે છે અને બીજા દિવસે 21.15 કલાકે અમદાવાદ પહોંચે છે, 20 એપ્રિલ 2025 થી, આ ટ્રેન એમજીઆર ચેન્નઈ સેન્ટ્રલ સ્ટેશન થી દર રવિવારે 22.40 કલાકે ઉપડશે અને મંગળવારે 03.20 કલાકે અમદાવાદ પહોંચશે.
  •  ટ્રેન નંબર 20919 એમજીઆર ચેન્નઈ સેન્ટ્રલ-એકતા નગર એક્સપ્રેસ જે વર્તમાનમાં એમજીઆર ચેન્નઈ સેન્ટ્રલ સ્ટેશન થી દર રવિવારે 22.40 કલાકે ઉપડે છે અને મંગળવારે 02.40 કલાકે અમદાવાદ પહોંચે છે, 18 એપ્રિલ 2025 થી, આ ટ્રેન એમજીઆર ચેન્નઈ સેન્ટ્રલ સ્ટેશનથી દર શુક્રવારે 15.50 કલાકે ઉપડશે અને બીજા દિવસે 20.40 કલાકે એકતા નગર પહોંચશે.

Train Schedule Change:  મુસાફરોને વિનંતી કરવામાં આવે છે કે ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને મુસાફરી કરવી.

ટ્રેનોના સ્ટોપેજ, સંરચના અને સમય અંગે વિગતવાર માહિતી માટે મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More