News Continuous Bureau | Mumbai
Express Train : વેસ્ટર્ન રેલવે ( Western Railway ) ભાવનગર ડિવિઝનના પોરબંદર-કાનલુસ સેક્શનમાં ભારે વરસાદ ( Heavy Rain ) અને પાણી ભરાવાના કારણે પોરબંદર સ્ટેશનથી દોડતી અને પોરબંદર સ્ટેશન જતી ટ્રેનોને અસર થઈ છે, જેની વિગતો નીચે મુજબ છેઃ Express Train : રીશેડ્યુલ કરેલ ટ્રેનો
- ટ્રેન નંબર 12949 પોરબંદર-સાંતરાગાછી સુપરફાસ્ટ ટ્રેન ( Superfast train ) 19.07.2024ના રોજ તેના નિર્ધારિત સમય સવારે 9.10 વાગ્યાના બદલે 6 કલાક મોડી એટલે કે 15.10 કલાકે ઉપડશે.
- ટ્રેન નંબર 19119 ગાંધીનગર કેપિટલ-વેરાવળ એક્સપ્રેસ ટ્રેન 19.07.2024 ના રોજ તેના નિર્ધારિત સમય 10.30 કલાકને બદલે ગાંધીનગર કેપિટલ સ્ટેશનથી 11.30 કલાકે ઉપડશે.
Express Train : શોર્ટ ટર્મિનેટ/શોર્ટ ઓરિજિનેટ/આંશિક રીતે રદ કરાયેલી ટ્રેનો
- ટ્રેન નંબર 19571 રાજકોટ-પોરબંદર એક્સપ્રેસ ટ્રેન 19.07.2024 ના રોજ જેતલસર સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે. આમ આ ટ્રેન જેતલસર-પોરબંદર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
- ટ્રેન નંબર 19572 પોરબંદર-રાજકોટ એક્સપ્રેસ ટ્રેન 19.07.2024 ના રોજ પોરબંદરને બદલે જેતલસર સ્ટેશનથી ચાલશે. આમ આ ટ્રેન પોરબંદર-જેતલસર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
- ટ્રેન નંબર 20938 દિલ્હી સરાઈ રોહિલ્લા-પોરબંદર એક્સપ્રેસ ટ્રેન 19.07.2024 ના રોજ ભાણવડ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે.
આ સમાચાર પણ વાંચો : Gujarat Reservoirs : ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં ૫૪%થી વધુ જ્યારે રાજ્યના ૨૦૬ જળાશયોમાં ૩૫%થી વધુ જળસંગ્રહ
Express Train : સંપૂર્ણપણે રદ ટ્રેનો ( Canceled trains )
- ટ્રેન નંબર 09550/09549 પોરબંદર-ભાણવડ-પોરબંદર ટ્રેનો 19.07.2024 ના રોજ સંપૂર્ણપણે રદ રહેશે.
- ટ્રેન નંબર 09565/09568 પોરબંદર-ભાવનગર-પોરબંદર ટ્રેનો 19.07.2024 ના રોજ સંપૂર્ણપણે રદ રહેશે.
- ટ્રેન નંબર 09516/09515 પોરબંદર-કાનાલુસ-પોરબંદર ટ્રેનો 19.07.2024ના રોજ સંપૂર્ણપણે રદ રહેશે.
રેલવે પ્રશાસન મુસાફરોને થઈ રહેલી અસુવિધા બદલ ખેદ વ્યક્ત કરે છે. આ ટ્રેનોના સ્ટોપેજ, રચના અને સમય વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.