મહાત્મા ગાંધીજી પર વાંધાનજક ટિપ્પણી કરનારા કાલીચરણ મહારાજની મુશ્કેલી વધી, હવે તેમની સામે આ ગુનો નોંધવામાં આવ્યો; જાણો વિગતે 

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 30 ડિસેમ્બર 2021

ગુરુવાર. 

ગાંધીજી પર વાંધાજનક નિવેદન આપનાર કાલીચરણ દાસ મહારાજની મુશ્કેલીઓ વધતી જય રહી છે.

પ્રાપ્ત જાણકારી મુજબ છત્તીસગઢ પોલીસે ધરપકડ કર્યા બાદ હવે તેમના પર દેશદ્રોહનો કેસ નોંધયો છે.

છત્તીસગઢ પોલીસે તેમની પર સમાજમાં પોતાના નિવેદનોથી વૈમનસ્ય ફેલાવવાની સાથે સાથે દેશદ્રોહની કલમ પણ લગાડી દીધી છે.

આજે વહેલી સવારે છત્તીસગઢ પોલીસે મધ્યપ્રદેશમાં જઈને કાલીચરણ મહારાજની ધરપકડ કરી હતી અને તેના પર મધ્યપ્રદેશ સરકારે વિરોધ પણ નોંધાવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, કાલીચરણ મહારાજે રાયપુરમાં યોજાયેલી એક સભામાં કહ્યુ હતુ કે, નાથુરામ ગોડસે ગાધીજીની હત્યા કરીને યોગ્ય પગલુ ભર્યુ હતુ. ઈસ્લામનો હેતુ રાજનીતિના માધ્યમથી દેશ પર કબ્જો જમાવવાનો છે. 1947માં આપણી આંખો સામે આવુ બન્યુ હતુ.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More