News Continuous Bureau | Mumbai
Uttarakhand: ઉત્તરાખંડમાં આજે ભૂકંપના(earthquake) કારણે ફરી ધરતી ધ્રૂજી ઉઠી છે. રાજ્યના પિથોરાગઢમાં(Pitthoragarh) સોમવારે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જે બાદ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. મળતી માહિતી અનુસાર, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.0 માપવામાં આવી છે. આ મામલામાં હજુ સુધી કોઈપણ પ્રકારના નુકશાનના સમાચાર નથી. છેલ્લા કેટલાક દિવસોમાં આ વિસ્તારમાં ઘણી વખત ભૂકંપના આંચકા અનુભવાયા છે, જેના કારણે લોકો પણ ચિંતિત છે.
નેશનલ સિસ્મોલોજી સેન્ટર(National seismology center) અનુસાર, પિથોરાગઢમાં ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.0 માપવામાં આવી છે. તે પિથોરાગઢથી 48 કિમી ઉત્તર-પૂર્વમાં 5 કિમીની ઊંંડાઈએ આવ્યું હતું. ભૂકંપના આંચકા અનુભવ્યા બાદ લોકો ગભરાઈ ગયા હતા અને પોતાના ઘરની બહાર નીકળી ગયા હતા, ત્યારબાદ આજુબાજુમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી…
આ સમાચાર પણ વાંચો : October Heat : હવામાન વિભાગની આગાહી, રાજ્યમાં કાળઝાળ ગરમીનો વધશે પારો..જાણો ક્યાં કેટલુ રહેશે તાપમાન..
રવિવારે સાંજે દિલ્હી NCRમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા….
તમને જણાવી દઈએ કે આ પહેલા પણ 5 ઓક્ટોબરે ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ઉત્તરકાશીમાં સવારે ચાર વાગ્યાની આસપાસ ધરતી ધ્રૂજવા લાગી હતી. તે સમયે લોકો ગાઢ ઊંઘમાં હતા. તે સમયે 3.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આવી સ્થિતિમાં, લોકોને બહુ ખબર ન હતી, પરંતુ છેલ્લા કેટલાક દિવસોમાં આ વિસ્તારમાં ઘણી વખત ભૂકંપના આંચકા અનુભવાયા છે, જેનાથી વૈજ્ઞાનિકો ચિંતિત છે.
આ પહેલા રવિવારે સાંજે દિલ્હી(Delhi) NCRમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ સમય દરમિયાન, ભૂકંપનું કેન્દ્ર ફરીદાબાદમાં જમીનથી લગભગ દસ કિમી નીચે હતું. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.1 માપવામાં આવી હતી. આ વિસ્તારમાં અનેક બહુમાળી ઈમારતો આવેલી છે, તેથી જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે લોકો ખૂબ જ ડરી ગયા હતા.