News Continuous Bureau | Mumbai
Gujarat Tribal farmers: ગુજરાત રાજ્યના આદિજાતિ ખેડુતોને NSTFDC ન્યુ દિલ્હી અને ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશનના સહયોગથી રૂ.૭.૫૦ લાખની મર્યાદામાં ટ્રેક્ટર વિથ ટ્રોલીની ખરીદી માટે લોન ( Tractor loan ) મળે છે. આ યોજના હેઠળ ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.૧,૨૦,૦૦૦ અને શહેરી વિસ્તાર માટે રૂ.૧,૫૦,૦૦૦ની વાર્ષિક આવક મર્યાદા ધરાવતાં કુટુંબો લાભ મેળવી શકે છે. જેમાં વ્યાજનો દર વાર્ષિક ૬% છે. આ લોનના ત્રિમાસિક હપ્તામાં પાંચ વર્ષમાં ભરપાઇ કરવાની રહે છે.
આ ટ્રેક્ટર ( Tractor with trolley ) વિથ ટ્રોલી લોન માટે ટ્રેક્ટરનું ડ્રાઇવિંગ લાયસન્સ હોવું આવશ્યક છે. ઉંમર ૧૮ વર્ષથી ઓછી અને ૫૫ વર્ષથી વધુ ન હોવી જોઇએ. આ યોજનાનો ( Tractor with trolley loan ) લાભ મેળવવા માટે આદિજાતિની વેબસાઈટ https://adijatinigam.gujarat.gov.in પર જે તે વિસ્તારની પ્રાયોજના વહીવટદારની કચેરી અથવા ગુજરાત ( Gujarat ) આદિજાતિ વિકાસ કોર્પોરેશન બિરસા મુંડા ભવન, ગાંધીનગરનો સંપર્ક સાધી શકાય છે.
આ સમાચાર પણ વાંચો : Paris Olympics 2024 : પેરિસ ઓલિમ્પિકમાં પીવી સિંધુનું જોરદાર પ્રદર્શન, પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી; ક્રિસ્ટિન કુબાને આપી માત..
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
