મોટા સમાચાર : આ રાજ્ય ના મુખ્યમંત્રી ની વિકેટ પડી. બીજા પ્રધાન ને લઈ જવા મુખ્યમંત્રી નું હેલિકોપ્ટર પહોંચ્યું. જાણો કયા રાજ્ય માં તખ્તા પલટ થયો.

by Dr. Mayur Parikh

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

09 માર્ચ 2021 

ઉત્તરાખંડમાં થયેલી આપદા પછી હવે મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવત ની ઉલટી ગણતરી શરૂ થઇ ગઇ છે. પહેલા તેઓને દિલ્હીનું તેડું આવ્યું હતું જ્યાં તેમની પાસે પ્રાકૃતિક આપદા સંદર્ભે ખુલાસો મંગાયો હતો. ત્યારબાદ તેઓ ઉત્તરાખંડ પાછા પહોંચી ગયા છે અને રાજ્યપાલ પાસે સમય માંગ્યો છે. એવું માનવામાં આવી રહ્યું છે કે તેઓ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે. બીજી તરફ તેમની કેબિનેટમાં શિક્ષણ મંત્રી રહેલા ધન સિંહ રાવત ને લેવા માટે મુખ્યમંત્રીનું ચોપર પહોંચી ગયું છે. આ પરિસ્થિતિમાં એવું લાગી રહ્યું છે કે હવે નવા મુખ્યમંત્રી ધન સિંહ રાવત હશે.

આ પલટો આજ ને આજ થઈ શકે છે.  ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઊંચાઈ પર આવેલા પ્રોજેક્ટોને રોકી દીધા હતા. તેમ છતાં મુખ્ય મંત્રીએ પોતાનો વિશેષ અધિકાર વાપરીને પ્રોજેક્ટ શરૂ કર્યા હતા. હવે જ્યારે પ્રાકૃતિક આપદા આવી છે ત્યારે ભાજપના નેતા ઉમા ભારતીએ સાર્વજનિક રીતે પોતાનો વિરોધ દર્શાવ્યો છે. પરિણામ સ્વરૂપ વધુ ખટરાગ ને ટાળવા માટે મુખ્યમંત્રીનું રાજીનામું લેવાયું હોવાની ચર્ચા છે.

 

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment