ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 6 ઑગસ્ટ, 2021
શુક્રવાર
મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખની મુશ્કેલીઓમાં વધારો થતો જોવા મળી રહ્યો છે.
અનિલ દેશમુખ સંબંધિત મની લોન્ડરિંગ કેસની તપાસના સંદર્ભમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે મોટી કાર્યવાહી કરી છે.
મની લોન્ડરિંગ કેસમાં ઇડીની ટીમે નાગપુરમાં એનસીપી નેતાના ત્રણ સ્થળો પર દરોડા પાડ્યા છે.
જો કે, આ કાર્યવાહી અંગે હજુ સુધી કંઈ જાહેર કરવામાં આવ્યું નથી.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ ઇડીએ દેશમુખ અને તેમના પરિવારની 4.20 કરોડની સ્થાવર સંપત્તિ જપ્ત કરી હતી.
