News Continuous Bureau | Mumbai
યુપીના મહોબામાં દિલ્હી જેવો હૃદય હચમચાવી દેનારો અકસ્માત સામે આવ્યો છે. અહીં એક ઝડપભેર ટ્રકે સામેથી સ્કૂટી પર સવાર નાના અને દોહિત્રને ટક્કર મારી હતી. અકસ્માત બાદ ડ્રાઈવરે વાહન રોક્યું ન હતું, બાઈક અને સ્કુટી ટ્રકમાં ફસાઈ જતાં તે તેમને એક કિલોમીટર સુધી ખેંચી ગયો હતો. અકસ્માતમાં બંનેના ઘટનાસ્થળે જ મોત થયા હતા. હાલ આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. જેમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે, ટ્રકની નીચે ફસાયેલી સ્કૂટી જ્યારે રસ્તાને અડે છે ત્યારે તેમાંથી તણખા બહાર આવી રહ્યા છે.
पूरे दो किलोमीटर तक इस डंपर में स्कूटी फँसकर घिसटती रही। दो साल का मासूम भी इसमें फँसा रहा। दिल्ली जैसी ये घटना यूपी के महोबा की है। pic.twitter.com/7QKIV9HB18
— SANJAY TRIPATHI (@sanjayjourno) February 26, 2023
આ અકસ્માત કાનપુર-સાગર નેશનલ હાઈવે પર થયો હતો. અહીંથી પસાર થતા લોકોએ એક વીડિયો બનાવીને વાયરલ કર્યો હતો. પોલીસે ટ્રક કબજે કર્યો છે જ્યારે ડ્રાઈવર ઘટનાસ્થળ પરથી ફરાર થઈ ગયો છે.
આ સમાચાર પણ વાંચો: પાણી સાચવીને વાપરજો.. મુંબઈના કુર્લા વિસ્તારમાં આગામી અઢી મહિના સુધી દર શનિવારે પાણી પુરવઠો બંધ રહેશે..