ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
22 જુલાઈ 2020
તિરુમાલા તિરૂપતિ દેવસ્થાનમ્સ (ટીટીડી) એ મંગળવારથી સમય આવનાર ભક્તો માટેની ‘સર્વ દર્શન’ ટોકન આપવાનું કામચલાઉ સ્થગિત કરી દીધું છે. આ નિર્ણય તિરૂપતિ ખાતે કોવિડ -19 ના પોઝિટિવ કેસોમાં તીવ્ર વધારાને લઈને લેવામાં આવ્યો છે. આખા શહેરને કન્ટેન્ટ ઝોન જાહેર કરવા ઉપરાંત કુલ 14 દિવસ સુધી લોકડાઉન કરવાની ઘોષણાને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
મંદિર ટ્રસ્ટે કરેલી જાહેરાત મુજબ કોઈ પણ પૂર્વ વ્યવસ્થા વિના ભગવાન વેંકટેશ્વરના દર્શન માટે પહોંચનારા યાત્રાળુઓ માટે, તીરુપતિ ખાતે 'અલીપિરી બસ સ્ટેશન'ની બાજુમાં આવેલાં ટીટીડી ભૂદેવી સંકુલમાં દૈનિક ધોરણે દર્શન ટોકન જારી કરવામાં આવશે.
ટીટીડી વર્તમાન બુકિંગ સિસ્ટમ હેઠળ 3000 ટોકન જારી કર્યા છે. ઉપરાંત દૈનિક ધોરણે 9000 ઓનલાઇન વિશેષ પ્રવેશ દર્શન ટોકન પણ જારી કરી છે. ટીટીડીએ જણાવ્યું હતું કે સિસ્ટમ ફરીથી શરૂ થવાની તારીખ કોરોનાના કેસોમાં સુધાર થયાં બાદ જ જાહેર કરવામાં આવશે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com